બીજી વખત વરરાજા બનશે ગબ્બર! આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સંગ રોમેન્ટિક તસવીરો વાઇરલ, પીઠી ચોળાઈ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shikhar Dhawan second marriage: ક્રિકેટ જગતનો લોકપ્રિય 'ગબ્બર' એટલે કે શિખર ધવન અત્યારે ભારે ઉત્સાહમાં છે. 40 વર્ષની વયે શિખર ધવન પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તે પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે બીજી વાર લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. સોફી શાઈન આયર્લેન્ડની રહેવાસી છે અને તે શિખર કરતા 5 વર્ષ નાની છે.
સોફી શાઈનનો અદભૂત લુક: હલ્દી સેરેમનીની ઝલક
આ કપલ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફંક્શનની તસવીરો શેર કરીને ફેન્સને સતત અપડેટ આપી રહ્યું છે. તાજેતરમાં સોફી શાઈને તેમના હલ્દી અને મહેંદી ફંક્શનની તસવીરો શેર કરી છે, જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
શાહી અંદાજમાં પ્રી-વેડિંગ ફંક્શન
લગ્નની વિધિઓમાં સોફી શાઈન અસલ ભારતીય લુકમાં જોવા મળી રહી છે. હલ્દી ફંક્શન માટે તેણે ઓરેન્જ-રેડ કલરનો ભારે એમ્બ્રોઈડરી વાળો લહેંગો અને યલો કલરનો દુપટ્ટો પહેર્યો છે. આ લુકમાં સોફી ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. બીજી તરફ શિખર ધવન વ્હાઇટ સલવાર-કુર્તા અને યલો નેહરુ જેકેટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે. સોફીએ પોતાના હાથમાં કલીરે પણ ફ્લોન્ટ કર્યા છે અને ચૂડા સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. મહેમાનો આ નવદંપતી પર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે.
કોણ છે સોફી શાઇન?
અહેવાલો અનુસાર, સોફી આયર્લેન્ડની એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને તેમનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ખૂબ જ શાનદાર છે. તેણે આયર્લેન્ડની જ કેસલરોય કોલેજમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. હાલમાં તે અબુ ધાબીમાં આવેલી 'નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશન'માં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજને કારણે તે અવારનવાર લોકોનું ધ્યાન ખેંચે છે, તેમ છતાં તે અંગત જીવનમાં લાઈમલાઈટથી દૂર રહેવાનું અને સાદગી જાળવી રાખવાનું વધુ પસંદ કરે છે.
40ની ઉંમરે બીજી ઇનિંગ: શિખર ધવન ફરી માંડશે સંસાર
ઉલ્લેખનીય છે કે, શિખર ધવનના આ બીજા લગ્ન છે. અગાઉ વર્ષ 2012માં તેણે ઓસ્ટ્રેલિયાની આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને 'જોરાવર' નામનો એક પુત્ર પણ છે. જોકે, થોડા વર્ષો પહેલા તેમના છૂટાછેડા થઈ ગયા હતા. હવે શિખર અને સોફી ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે તેઓ લગ્ન કરીને પોતાની નવી જિંદગી શરૂ કરવા માટે સુપર એક્સાઈટેડ છે. ફેન્સ પણ હવે આ જોડીને વરરાજા અને દુલ્હનના પોશાકમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.









