Sports

ટીમ ઈન્ડિયાનો સાથ છોડ્યાના એક જ દિવસમાં રેયાન ટેન ડોશેટને IPLમાં મળી મોટી ઓફર

By GS Team
29 Jul 20263 mins read
TukuTouch Logo
ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ નેધરલેન્ડ્સના રેયાન ટેન ડોશેટ KKR પરિવારમાં પાછા ફર્યા છે. તેમને ગ્લોબલ ફ્રેન્ચાઇઝી નેટવર્ક માટે 'હેડ ઓફ ક્રિકેટ સ્ટ્રેટેજી' તરીકે નિયુક્ત કરાયા છે. 29 જુલાઈ 2026ના રોજ આ જાહેરાત થઈ. તેઓ નાઇટ રાઇડર્સની વૈશ્વિક ટીમો માટે સ્કાઉટિંગ અને પ્લેયર રિક્રુટમેન્ટ સંભાળશે. KKR સાથેનો તેમનો 15 વર્ષનો સંબંધ અતૂટ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાનો સાથ છોડ્યાના એક જ દિવસમાં રેયાન ટેન ડોશેટને IPLમાં મળી મોટી ઓફર

Doeschate Rejoins KKR Family: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ નેધરલેન્ડ્સના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટને મોટી લોટરી લાગી છે. નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરીને રેયાન ટેન ડોશેટને ગ્લોબલ ફ્રેન્ચાઇઝી નેટવર્ક માટે 'હેડ ઓફ ક્રિકેટ સ્ટ્રેટેજી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 28 જુલાઈ 2026ના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસની સમાપ્તિ સાથે જ તેમણે સત્તાવાર રીતે ભારતીય ટીમનો સાથ છોડ્યો હતો અને તેના આગલા જ દિવસે 29 જુલાઈ 2026ના રોજ તેઓ ફરી એકવાર પોતાની જૂની આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પરિવારમાં સામેલ થઈ ગયા છે.

ગ્લોબલ ફ્રેન્ચાઇઝીમાં સ્કાઉટિંગ અને પ્લેયર રિક્રુટમેન્ટની સંભાળશે કમાન

નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સના CEO વેન્કી મૈસૂરે આ નવી નિયુક્તિ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, રેયાન ટેન ડોશેટની ભૂમિકા માત્ર KKR પૂરતી સીમિત નથી, પરંતુ તેનો વ્યાપ વૈશ્વિક છે. તેઓ નાઇટ રાઇડર્સ નેટવર્ક હેઠળ આવતી તમામ ગ્લોબલ ફ્રેન્ચાઇઝીઓમાં સ્કાઉટિંગ, પ્લેયર રિક્રુટમેન્ટ, સ્ક્વોડ પ્લાનિંગ અને પરફોર્મન્સ ઇવેલ્યુએશન માટે સ્ટ્રેટેજિક ડાયરેક્શન આપશે. આ સાથે જ તેઓ CPL (કેરેબિયન પ્રીમિયર લીગ)માં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ, ILT20માં અબુ ધાબી નાઇટ રાઇડર્સ અને MLC (મેજર લીગ ક્રિકેટ)માં લોસ એન્જલસ નાઇટ રાઇડર્સના આસિસ્ટન્ટ કોચ તરીકે પણ વધારાની સેવાઓ આપશે. વેન્કી મૈસૂરે સત્તાવાર કરતા કહ્યું કે,

"રેયાન નાઇટ રાઇડર્સ પરિવારનો એક ખૂબ જ મહત્ત્વનો અને મજબૂત હિસ્સો રહ્યો છે. તે આપણી સંસ્કૃતિ અને ક્રિકેટિંગ ફિલોસોફીને ખૂબ જ સારી રીતે સમજે છે. તેનું ગ્લોબલ ક્રિકેટ સ્ટ્રેટેજી હેડ તરીકે આવવું એ આપણી તમામ વૈશ્વિક ટીમોના વિકાસ અને ખેલાડીઓની નવી પ્રતિભા શોધવા માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. અમે તેનું ફરીથી સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ."

ટીમ ઇન્ડિયા સાથેનો યાદગાર કાર્યકાળ અને રાજીનામાનું કારણ

રેયાન ટેન ડોશેટ જુલાઈ 2024માં મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ભલામણથી ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ બન્યા હતા. તેમના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2025નો એશિયા કપ અને 2026નો T20 વર્લ્ડ કપ જીતવામાં મોટી સફળતા મેળવી હતી. જોકે, તેમના કાર્યકાળમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતને મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવી અને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ (0-3) તેમજ સાઉથ આફ્રિકા (0-2) સામે ક્લીન સ્વીપ હારનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલ, સતત પ્રવાસ અને રોલ સ્પષ્ટ ન હોવાના કારણે તેમણે સમય પહેલા જ હોદ્દો છોડવાનો નિર્ણય કર્યો હતો. રેયાન ટેન ડોશેટે પોતાના વિદાય નિવેદનમાં જણાવ્યું કે,

"ભારતીય ટીમ સાથે કામ કરવું એ મારા જીવનનો એક અદ્ભુત અને ગર્વ સમાન અનુભવ હતો. મેં ગૌતમ ગંભીર અને ખેલાડીઓ સાથે અદભુત ક્ષણો વિતાવી છે અને ટીમે જે 3 મોટી આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓ જીતી તે હંમેશા યાદ રહેશે. પરંતુ, વ્યસ્ત વૈશ્વિક પ્રવાસો અને ભવિષ્યના વ્યક્તિગત આયોજનના કારણે મારા માટે આ યોગ્ય સમય હતો કે હું નવી ભૂમિકા તરફ આગળ વધું."

KKR સાથેનો 15 વર્ષ જૂનો અતૂટ નાતો

રેયાન ટેન ડોશેટનો નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝી સાથે ખૂબ જ જૂનો અને સફળ ઇતિહાસ રહ્યો છે. તેઓ વર્ષ 2011થી 2015 દરમિયાન એક ખેલાડી તરીકે KKRનો હિસ્સો હતા અને ટીમની 2012 અને 2014ની આઇપીએલ ચેમ્પિયનશિપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેઓ કોચિંગ સ્ટાફમાં જોડાયા હતા અને 2024માં જ્યારે KKR ત્રીજી વખત આઇપીએલ ચેમ્પિયન બન્યું ત્યારે તેઓ ટીમના ફિલ્ડિંગ કોચ હતા.

હવે આગામી IPL 2027ની સીઝન પહેલા, તેઓ ફરી એકવાર KKRના મુખ્ય કોચ અભિષેક નાયર સાથે જોડી જમાવીને ફ્રેન્ચાઇઝીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સજ્જ થયા છે. બીજી તરફ, BCCIના સેક્રેટરી દેવાજીત સૈકિયાએ પુષ્ટિ કરી છે કે ઓગસ્ટમાં શરૂ થનારા શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમને નવા આસિસ્ટન્ટ અને ફિલ્ડિંગ કોચ મળી જશે.