રવિ કિશનને સોલો હિરો તરીકે ચાન્સ મળ્યો, જાન્યુ.થી શૂટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આધ્યાત્મિક વિષય પરની ફિલ્મ હશે
- લાપતા લેડિઝ બાદ હવે મિર્ઝાપુર ફિલ્મની સફળતાનો લાભ થયો
મુંબઇ : બોક્સ ઓફિસ પર હીટ 'મિર્ઝાપુર' ફિલ્મમાં મહત્વની ભૂમિકા કરનારા રવિ કિશનને હવે હીરો તરીકે ચમકાવતી આધ્યાત્મિક ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી મહિનાથી શરૂ કરી દેવામાં આવશે.
બોલિવુડમાં રવિ કિશનને મોટાભાગે સાઈડ રોલ જ મળે છે. જોકે, તાજેતરમાં 'લાપતા લેડીઝ'માં પણ તેનું કામ વખણાયું હતું. આથી હવે તેને સોલો હિરો તરીકે ચાન્સ મળી રહ્યો હોવાનું કહેવાય છે.
આ ફિલ્મમાં ભગવાનની ઉંડી ભક્તિમાં ડૂબેલાં માણસની સમકાલીન સ્ટોરી રજૂ કરવામાં આવશે.
ફિલ્મના હીરો માટે ભગવાન એક ગાઢ મિત્ર પણ છે. તેમના આ સુંદર સંબંધને મનોરંજક રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મના કેન્દ્રમાં આધ્યાત્મિકતા અને ભક્તિ છે પણ તે એટલીજ મનોરંજક પણ બની રહેશે.
આ ફિલ્મનું લેખન અને નિર્દેશન અમિત આર્યન કરશે જ્યારે તેનું નિર્માણ મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. ફિલ્મનું નામ નક્કી થઇ જાય તે પછી આ મનોરંજક પારિવારિક ફિલ્મ વિશે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.




