ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર રોહિત શર્માનું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rohit Sharma Grand Welcome Video : ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની ODI સીરિઝ પૂર્ણ થયા પછી ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર રોહિત શર્મા સ્વદેશ પરત ફર્યા છે. રોહિત શર્માએ ODI શ્રેણીમાં સૌથી વધુ 202 રન બનાવ્યા હતા, જેના કારણે તેમને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યો હતો. આ રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયાનો સંભવિત છેલ્લો પ્રવાસ હતો.આ સીરિઝ પછી રોહિત મુંબઈ પરત ફર્યો ત્યારે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર રોહિતનું ભવ્ય સ્વાગત કરાયું
હાલમાં એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રોહિત શર્મા મુંબઈ એરપોર્ટમાંથી બહાર આવી રહ્યા છે. આ દરમિયાન, તેમના ચાહકો તેમને 'મુંબઈ ચા રાજા' કહીને બોલાવી રહ્યા છે. રોહિત શર્મા તેમના ચાહકોનો આભાર માનતો જોવા મળે છે.
નોંધનીય છે કે, ઘરે પરત ફરતા પહેલા રોહિત શર્માએ પોતાના જૂના એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું, 'છેલ્લી વાર સિડનીને ગુડબાય.' તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ODI સિડનીમાં રમાઈ હતી, જ્યાં રોહિતે અણનમ સદી ફટકારી હતી અને ભારતને 9 વિકેટથી જીત અપાવી હતી.
રોહિત માટે આવો રહ્યો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
આ સીરિઝમાં રોહિત શર્માએ એક ફિફ્ટી અને એક અણનમ સદી ફટકારી હતી. તેણે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી પૂર્ણ કરી છે. રોહિતે ટેસ્ટમાં 12, વનડેમાં 33 અને T20માં પાંચ સદી ફટકારી છે. એટલે કે, રોહિતે કુલ 50 સદી ફટકારી છે. હવે તે 30 નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જોવા મળશે.









