Get The App

VIDEO: વિરાટે વિનિંગ છગ્ગો મારતા પત્ની અનુષ્કા શર્મા ખુશીથી ઝૂમી ઉઠી, કોહલીએ આપી ફ્લાઈંગ કિસ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: વિરાટે વિનિંગ છગ્ગો મારતા પત્ની અનુષ્કા શર્મા ખુશીથી ઝૂમી ઉઠી, કોહલીએ આપી ફ્લાઈંગ કિસ 1 - image


Virat Kohli Flying Kiss To Anushka: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું, આ સાથે જ RCBએ વર્ષ 2025 બાદ 2026માં પણ IPL ટાઈટલ પોતાને નામ કર્યું છે. ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલીની ટીમે આ વર્ષે IPL ટ્રોફી જીતી છે. વિરાટની જીતથી પત્ની અનુષ્કા શર્મા સૌથી વધુ ખુશ દેખાતી જોવા મળી. મેચ દરમિયાન વિરાટે વિનિંગ છગ્ગો મારતા પત્ની અનુષ્કા શર્મા ખુશીથી ઝૂમી ઉઠી હતી. તેવામાં કોહલીએ અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

RCB એ બીજી વખત IPL ટ્રોફી જીતી

RCB ની જીતની ક્ષણ પર ચાહકોમાં ખુશીની લહેર છવાઈ છે. વિરાટ કોહલીએ છગ્ગો મારીને પોતાની ટીમને જીત અપાવતા આખી ટીમ મેદાનમાં આવી ક્રિકેટરને ભેટી પડી હતી. આ દરમિયાન અનુષ્કા ખુશીથી ઝૂમી ઉઠી હતી તેની આસપાસ મિત્રોને ગળે લગાવતી જોવા મળી છે. જીત બાદ વિરાટે પણ અનુષ્કા તરફ જોયું અને તેને ફ્લાઈંગ કિસ આપી હતી.

વિરાટ કોહલીએ ફાઇનલમાં ફિફ્ટી ફટકારી

ફાઇનલમાં પણ વિરાટ કોહલીનું બેટ ચમક્યું હતું. નાના સ્કોરનો પીછો કરતી વખતે વિરાટે શાનદાર ફિફ્ટી ફટકારી છે. જેને લઈને અનુષ્કાની પ્રતિક્રિયા પણ વાઇરલ થઈ છે. 

વિરાટ કોહલીની ટીમ બેંગ્લુરુએ IPL નો ઇતિહાસ રચ્યો છે. જેમાં RCB સતત બીજી વખત IPL ટ્રોફી જીતનાર ટુર્નામેન્ટમાં ત્રીજી ટીમ બની છે.