Sports

ટીમ ઈન્ડિયાનો જાદુઈ સ્પિનર 7માં ધોરણમાં જ પ્રેમમાં પડી ગયો હતો, ફિલ્મી છે લવ સ્ટોરી

By GS Team
2 Oct 20242 mins read
This article was originally published on 2 Oct 2024
TukuTouch Logo
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને શાનદાર જોવા મળી હતી. ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી હતી. ભારતે 2 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 280 રને જીતી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાનો જાદુઈ સ્પિનર 7માં ધોરણમાં જ પ્રેમમાં પડી ગયો હતો, ફિલ્મી છે લવ સ્ટોરી
Image : Instagram

Ravichandran Ashwin & Prithi Narayanan Love Story : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને શાનદાર જોવા મળી હતી. ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી હતી. ભારતે 2 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 280 રને જીતી લીધી હતી.

પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પહેલી ઇનિંગમાંમાં 113 રન કરી સદી ફટકારી હતી. જ્યારે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. પહેલી મેચ જીત્યા પછી અશ્વિનનો ઇન્ટરવ્યૂ  તેની પત્ની પ્રીતિ નારાયણે લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : IND vs BAN: અશ્વિને રચ્યો ઈતિહાસ, વસીમ અકરમને પછાડીને વર્લ્ડ ક્રિકેટમાં કરી બતાવી કમાલ

અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણે IPL 2023 દરમિયાન એક શોમાં પોતાની લવ સ્ટોરીનો ખુલાસો કર્યો હતો. પ્રીતિએ કહ્યું હતું કે, 'હું અને અશ્વિન એક જ શાળામાં ભણતા હતા. અશ્વિન સાતમાં ધોરણથી જ મારા પ્રેમમાં પાગલ હતો. આખી સ્કૂલને ખબર પડી ગઈ હતી કે અશ્વિન મને પ્રેમ કરતો હતો.'

પ્રીતિએ આગળ જણાવતા કહ્પયું હતું કે, ત્યારબાદ અશ્વિને કિકેટમાં પોતાની કારકિર્દી આગળ વધારવા માટે તેણે શાળા છોડી દીધી હતી, પરંતુ અમે એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા. અને એકબીજા સાથે વાતચીત કરતા રહેતા હતા, 10 વર્ષની ઓળખાણ બાદ અશ્વિનને મને ડેટ માટે પૂછ્યું હતું. અને ત્યાંથી અમારા સંબંધો આગળ વધતા રહ્યા હતા.' લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ અશ્વિન અને પ્રીતિએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. બંને બે પુત્રીના માતા-પિતા છે.