Sports

ભારતીય ક્રિકેટમાં હવે VVS લક્ષ્મણ બનશે 'સુપર બોસ', મળશે જોરદાર પાવર! જાણો ગંભીરનું શું થશે

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
BCCI માં મોટા ફેરફારોના સંકેતો છે, જેમાં પૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણને 'ડાયરેક્ટર ઓફ ક્રિકેટ'ની નવી મહત્વપૂર્ણ ભૂમિકા સોંપાઈ શકે છે. તેઓ હાલ BCCIના CoE ના વડા છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય તો, લક્ષ્મણ ભારતીય ક્રિકેટની તમામ પાંખો વચ્ચે સંકલન સાધશે. સપ્ટેમ્બરમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જે ભારતીય ક્રિકેટના ભાવિ માટે નિર્ણાયક બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય ક્રિકેટમાં હવે VVS લક્ષ્મણ બનશે 'સુપર બોસ', મળશે જોરદાર પાવર! જાણો ગંભીરનું શું થશે

VVS Laxman Director of Cricket : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં વહીવટી અને ક્રિકેટિંગ સ્તરે મોટા ફેરફારોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલો મુજબ, પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને હાલમાં BCCI સેન્ટર ઓફ એક્સિલન્સ (CoE) ના વડા વીવીએસ લક્ષ્મણને બોર્ડમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને નવી ભૂમિકા 'ડાયરેક્ટર ઓફ ક્રિકેટ' તરીકે સોંપવામાં આવી શકે છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે, તો લક્ષ્મણનું કાર્યક્ષેત્ર માત્ર CoE પૂરતું મર્યાદિત નહીં રહેતા, સમગ્ર ભારતીય ક્રિકેટની વિવિધ પાંખો વચ્ચે સેતુ સમાન બનશે.

લક્ષ્મણની નવી ભૂમિકા કેમ મહત્વની છે?

વીવીએસ લક્ષ્મણ લાંબા સમયથી ભારતીય ક્રિકેટના પાયાના કામ સાથે જોડાયેલા છે. તેઓ ખાસ કરીને યુવા ખેલાડીઓના વિકાસ અને હાઈ-પરફોર્મન્સ પ્રોગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ અગાઉ લક્ષ્મણના યોગદાનની પ્રશંસા કરતા CoE ને 'ભારતીય ક્રિકેટની પાઈપલાઈન' ગણાવી હતી. લક્ષ્મણનો બહોળો અનુભવ તેમને આ વ્યાપક ભૂમિકા માટે સૌથી મજબૂત ઉમેદવાર બનાવે છે.

શું હશે 'ડાયરેક્ટર ઓફ ક્રિકેટ'ની જવાબદારીઓ?

જો આ પદની રચના કરવામાં આવે છે, તો લક્ષ્મણની જવાબદારીઓ ખૂબ જ વિસ્તૃત હોઈ શકે છે.
સંકલન: ટીમ ઈન્ડિયા, પસંદગી સમિતિ, કોચિંગ સ્ટાફ અને ખેલાડી વિકાસ પ્રોગ્રામ વચ્ચે સુમેળ સાધવો.
નવા ટેલેન્ટની શોધ: પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ અને તેમના સતત વિકાસ માટેની વ્યૂહરચના તૈયાર કરવી.
વ્યૂહાત્મક આયોજન: હાઈ-પરફોર્મન્સ પ્લાનિંગ દ્વારા ભારતીય ક્રિકેટની ભવિષ્યની દિશા નક્કી કરવી.
આ પદ માત્ર વહીવટી નહીં હોય, પરંતુ તે ભારતીય ક્રિકેટમાં યુવા ખેલાડીઓથી લઈને સીનિયર ટીમ સુધીના તમામ સ્તરે મોટો પ્રભાવ પાડી શકે છે.

સપ્ટેમ્બર મહિનો શા માટે છે ખાસ?

BCCI માટે સપ્ટેમ્બર મહિનો મહત્વનો છે, કારણ કે આ સમયગાળામાં બોર્ડના મહત્વના હોદ્દાઓ અને સિસ્ટમમાં બદલાવ અંગે નિર્ણયો લેવાઈ શકે છે. ખાસ કરીને ચીફ સિલેક્ટર અજીત અગરકરના કાર્યકાળને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે, જેના પર 2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે છે. અગાઉ 2024 માં રાહુલ દ્રવિડ પછી હેડ કોચ બનવાની તક હોવા છતાં લક્ષ્મણે CoE માં કામ ચાલુ રાખવાનું પસંદ કર્યું હતું, જે તેમની ખેલાડી વિકાસ સિસ્ટમ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવે જો તેમને 'ડાયરેક્ટર ઓફ ક્રિકેટ'ની જવાબદારી મળે છે, તો તે તેમના કાર્યનું એક મોટું અને વિસ્તૃત સ્વરૂપ હશે. સત્તાવાર જાહેરાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, જે ભારતીય ક્રિકેટના આગામી દૌરની રૂપરેખા નક્કી કરશે.