ઇરાન-અમેરિકા યુદ્ધનો અંત ક્યારે ? ઇરાને ખતરનાક ટાઈમ લાઈન કહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જ્યાં સુધી ટ્રમ્પ પદ ઉપર રહેશે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે : IRGC બીજી તરફ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન અત્યંત નિર્બળ બની ગયું છે
નવી દિલ્હી : ઇરાન અમેરિકાનું યુદ્ધ મહીનાઓથી ચાલી રહ્યું છે. યુદ્ધ બંધ કરવાના વારંવાર કરાયેલા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. દરમિયાન ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના એક વરિષ્ટ કમાન્ડરે સ્પષ્ટ કહ્યું હતું કે યુદ્ધ હજી ચાલ્યા જ કરશે. ડૉનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી પદ ઉપર રહેશે ત્યાં સુધી આ યુદ્ધ બંધ નહીં થાય.
અમેરિકી સમાચાર સંસ્થા સી.એન.એન. જણાવે છે કે ઇરાને તેની રક્ષણાત્મક તાકાત વધારવાની જરૂર છે. તેથી ઇરાન પર હુમલો કરતાં દુશ્મનો બે વખત વિચારે.
પી.બી.એસ.ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ બંધ કરવાનો એક માર્ગ છે. યુદ્ધ ખેંચે જ રાખવાનો અને તે પણ ત્યાં સુધી કે પ્રમુખ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી, સાથે દુશ્મનને ખરેખરો બોધ પાઠ પણ અપાઈ જાય.
નિરીક્ષકો કહે છે કે, ઇરાન આ યુદ્ધને ત્યાં સુધી ખેંચી રાખવા માગે છે કે જ્યાં સુધી તેના પ્રતિસ્પર્ધીઓ થાકી ન જાય, પરિણામે વધુ હુમલા કરવાનું માંડી વાળે.
દરમિયાન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી દળોએ હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ઉપર પૂરેપૂરો કબ્જો જમાવી દીધો છે. અને અમે તે કબ્જો ચાલુ જ રાખીશું. ઇરાન કશું કરી શકશે નહીં. તેમની પાસે નથી નેવી, નથી એરફોર્સ થોડા ઘણા સૈનિકો બચ્યા છે તેમને પણ પગાર આપી શકાતો નથી. આઈઆરજીસીને ભારે મોટો ફટકો પડયો છે. તેના નેતાઓ સામે અનિશ્ચિતતા તોળાઈ રહી છે. ઇરાન અત્યારે જૂઠા પ્રચારમાં ઉતરી પડયું છે. ત્યાં ફુગાવો હાથ બહાર ગયો છે.









