પાકિસ્તાનના પૂર્વ મંત્રી આતંકીઓ સાથે એક મંચ પર ભારતનો વિનાશ કરવાની ખુલ્લેઆમ ધમકી ઉચ્ચારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આ કૈં પહેલીવાર નથી બન્યું કે જેમાં કોઈ પાક. નેતાએ ધમકીઓ આપી હોય : પાકિસ્તાન ત્રાસવાદીઓ માટેનું સલામત સ્વર્ગ બની રહ્યું છે
ઇસ્લામાબાદ : થોડા સમય પૂર્વે પ્રસિદ્ધ થયેલા એક અનડેટેડ વીડિયોમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી શેખ રશીદ એહમદ લશ્કર-એ-તૈય્યબાના કમાન્ડર્સ ખાલીદ મસૂદ અને કારી મુહમ્મદ યાકુબની વચ્ચે બેઠેલા જોવા મળે છે અને સામે ઉપસ્થિત શ્રોતા વર્ગને કરેલાં સંબોધનમાં તેઓને ભારતનો સર્વનાશ કરવાની ખુલ્લી ધમકી ઉચ્ચારતા જોવા મળ્યા છે.
રશીદ એહમદ શેખે તે સંબોધનમાં તેમ પણ કહ્યું હતું કે તેઓ નામદાર હાફીઝ સૈયદના ગુલામ છે, તેઓના અનુયાયી છે. તેણે વધુમાં તેમ પણ કહ્યું હતું કે હાફીઝ સઇદનો મોબાઈલ નંબર તેમના મોબાઈલમાં મળી આવતાં તેમને અમેરિકામાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા હતા.
તે સર્વવિદિત છે કે હાફીઝ-સઇદ લશ્કર-એ-તૈય્યબાનો સ્થાપક છે અને વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર થયો છે. મુંબઇ બ્લાસ્ટનો તે માસ્ટર માઇન્ડ છે.
માત્ર શેખ રશીદ જ નહીં પાકિસ્તાનના બીજા કેટલાયે અગ્રણીઓ આતંકીઓ સાથે સંકળાયેલા છે. પૂર્વપાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરનો મોટો ભાઈ શાહીદ અખ્તર પણ આતંકીઓ સાથે સંકળાયેલો હતો. તેના જમાનામાં કેટલાયે આતંકીઓ જેવા કે ઇનામ-ઉર-રહેમાન અબ્દુલ્લાહ તૂર હાફીઝ ઉંમર અને અમજાદ ભટ્ટી જોવા મળ્યા હતા.
યુએસ કોંગ્રેસના રીસર્ચ સર્વિસ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે પાકિસ્તાન-ત્રાસવાદીઓ માટેનું સ્વર્ગ બની રહ્યું છે. તે આ બધી ઘટનાઓથી સાબિત થાય છે.









