Sports

CWG 2026ના ટ્રિપલ જમ્પમાં પ્રવીણ ચિત્રાવેલે જીત્યો સિલ્વર, તો સેલ્વા પ્રભુને મળ્યો બ્રોન્ઝ મેડલ

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે 1 ઓગસ્ટના રોજ ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં બે મેડલ જીતી ઇતિહાસ રચ્યો. પ્રવીણ ચિત્રાવેલે 16.58 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે ડેબ્યૂ કરનાર સેલ્વા પ્રભુ તિરૂમારને 16.52 મીટર જમ્પ લગાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. આ જીતથી દેશમાં ખુશીનો માહોલ છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CWG 2026ના ટ્રિપલ જમ્પમાં પ્રવીણ ચિત્રાવેલે જીત્યો સિલ્વર, તો સેલ્વા પ્રભુને મળ્યો બ્રોન્ઝ મેડલ

Praveen Wins Silver Selva Bags Bronze: કૉમનવેલ્થ ગેમ્સ 2026ના ટ્રેક એન્ડ ફિલ્ડ કોમ્પિટિશનમાં ભારત માટે સફળતાનો સિલસિલો 1 ઓગસ્ટના રોજ પણ ચાલુ રહ્યો. પુરુષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ભારતે ડબલ મેડલ પર કબ્જો જમાવ્યો છે. ભારતના નંબર-1 ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવેલે સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે પ્રથમ વખત આ ગેમ્સમાં ભાગ લઈ રહેલા સેલ્વા પ્રભુ તિરૂમારને બ્રોન્ઝ મેડલ જીતીને દેશની ખુશી બમણી કરી દીધી છે.

પ્રવીણે પૂરી કરી 4 વર્ષ જૂની કસર

પ્રવીણ ચિત્રાવેલ માટે આ જીત ખૂબ જ ખાસ હતી, કારણ કે 4 વર્ષ પહેલા બર્મિંગહામ ગેમ્સમાં તે ખૂબ જ ઓછા અંતરથી બ્રોન્ઝ મેડલથી ચૂકી ગયો હતો, અને ચોથા સ્થાને રહ્યો હતો. આ વખતે પ્રવીણે 16.58 મીટરની શ્રેષ્ઠ છલાંગ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. જમૈકાના જોર્ડન સ્કોટે 16.72 મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

ડેબ્યૂ CWGમાં જ મેળવ્યો મેડલ

બીજી તરફ 21 વર્ષીય સેલ્વા પ્રભુ તિરૂમારને પોતાના ડેબ્યૂ કૉમનવેલ્થ ગેમ્સમાં જ 16.52 મીટરની જમ્પ લગાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. સેલ્વા પ્રભુની કારકિર્દીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો મેડલ છે. આ પહેલા તેમણે વર્ષ 2022માં અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.