Sports

14 ટીમ, 54 મેચ, 46 દિવસ જામશે ક્રિકેટનો મહામેળો, જુઓ ક્યારથી શરૂ થશે ‘વર્લ્ડ કપ-2027’

By GS Team
11 Jun 20262 mins read
TukuTouch Logo
આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2027 દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. ક્રિકેટના આ સૌથી મોટા ટૂર્નામેન્ટને લઈને મહત્વની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્લ્ડ કપની શરૂઆત 4 ઓક્ટોબર 2027ના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 21 નવેમ્બર 2027ના રોજ રમાશે. લગભગ દોઢ મહિના સુધી ચાલનારા આ ટૂર્નામેન્ટમાં કુલ 54 મેચ રમાશે, જેમાં વિશ્વની ટોચની 14 ટીમો ભાગ લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

14 ટીમ, 54 મેચ, 46 દિવસ જામશે ક્રિકેટનો મહામેળો, જુઓ ક્યારથી શરૂ થશે ‘વર્લ્ડ કપ-2027’

2027 Men’s ODI World Cup Schedule : આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2027 દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. ક્રિકેટના આ સૌથી મોટા ટૂર્નામેન્ટને લઈને મહત્વની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્લ્ડ કપની શરૂઆત 4 ઓક્ટોબર 2027ના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 21 નવેમ્બર 2027ના રોજ રમાશે. લગભગ દોઢ મહિના સુધી ચાલનારા આ ટૂર્નામેન્ટમાં કુલ 54 મેચ રમાશે, જેમાં વિશ્વની ટોચની 14 ટીમો ભાગ લેશે.

14 ટીમોને 7-7 ટીમના બે ગ્રુપમાં વહેંચાશે

વર્લ્ડ કપ-2027નું આયોજન અગાઉના 2023ના વર્લ્ડ કપથી અલગ રહેશે. આ વખતે ICCએ 2003માં અપનાવવામાં આવેલા ફોર્મેટને ફરી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ 14 ટીમોને 7-7 ટીમના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની 3 ટીમો ‘સુપર-સિક્સ’ રાઉન્ડમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સુપર-સિક્સની ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે અને અંતે 21 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે.

ત્રણ દેશોમાં રમાશે ટૂર્નામેન્ટ

વર્લ્ડ કપનું આયોજન ત્રણ દેશોમાં કરવામાં આવશે, જેમાં દક્ષિણ આફ્રિકા મુખ્ય યજમાન તરીકેની ભૂમિકા ભજવશે. રિપોર્ટ્સ અનુસાર, ટૂર્નામેન્ટની મોટાભાગની મેચો તેમજ નોકઆઉટ મુકાબલા દક્ષિણ આફ્રિકાના આઠ સ્ટેડિયમોમાં યોજાશે. તેમાં જોહાનિસબર્ગનું વાન્ડરર્સ, કેપટાઉનનું ન્યુલેન્ડ્સ અને ડરબનનું કિંગ્સમીડ સ્ટેડિયમ સામેલ છે. ઝિમ્બાબ્વેના હરારે અને બુલાવાયો શહેરોમાં પણ મેચો રમાશે. બીજી તરફ, નામીબિયા પ્રથમ વખત કોઈ મોટા આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની કરશે, જ્યાં બે મેદાનો પર મુકાબલાઓનું આયોજન કરવામાં આવશે.

14 ટીમો વચ્ચે ટ્રોફી માટે જંગ

વર્લ્ડ કપ 2027 માટે યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને સીધી એન્ટ્રી મળી છે. આ ઉપરાંત આઈસીસી રેન્કિંગમાં ટોચની આઠ ટીમો પણ સીધી ક્વોલિફાય કરશે. જોકે, યજમાન હોવા છતાં નામીબિયાને પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થવું પડશે. બાકીના સ્થાનો માટે ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં કડક સ્પર્ધા જોવા મળશે. આ દરમિયાન ભારતીય ટીમ પણ 2023ના વર્લ્ડ કપની નિરાશાને પાછળ મૂકી નવા ફોર્મેટમાં ઇતિહાસ રચવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.