Sports

વનડેમાં સૌથી વધુ જીત નોંધાવનારા 7 કેપ્ટન, લીસ્ટમાં 2 ભારતીય, રોહિત-વિરાટ સામેલ નહીં

By GS TEAM
7 Oct 20252 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોઈંટિંગ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ જીત અપાવનાર કેપ્ટન છે. જો કે ટોપ-7ના લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વધુ એક દિગ્ગજ કેપ્ટન એલન બોર્ડર પણ સામેલ છે. ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીન પણ વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે જીત અપાવનાર કેપ્ટનની આ યાદીમાં સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે આ રેકોર્ડમાં વિરાટ અને રોહિત શર્માનું નામ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વનડેમાં સૌથી વધુ જીત નોંધાવનારા 7 કેપ્ટન, લીસ્ટમાં 2 ભારતીય, રોહિત-વિરાટ સામેલ નહીં
Image Source: IANS 

Most Win in ODI Cricket As a Captain: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ જીત અપાવનાર કેપ્ટન છે. જો કે ટોપ-7ના લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વધુ એક દિગ્ગજ કેપ્ટન એલન બોર્ડર પણ સામેલ છે. ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીન પણ વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે જીત અપાવનાર કેપ્ટનની આ યાદીમાં સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે આ રેકોર્ડમાં વિરાટ અને રોહિત શર્માનું નામ નથી. 

વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે જીત અપાવનાર 7 કેપ્ટન

• ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ જીત અપાવનાર કેપ્ટનોની યાદીમાં પહેલા સ્થાને છે. તેણે 230 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 160 મેચ જીતી છે. રિકી પોન્ટિંગની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ બે વાર (2003 અને 2007)માં વન-ડે વર્લ્ડકપ જીત્યું હતું. 

• ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ODI ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારા ટોચના 7 કેપ્ટનોની યાદીમાં બીજા ક્રમે છે. તેણે 200 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 110 મેચ જીતી હતી. સાથે વર્ષ 2011 માં ODI વર્લ્ડ કપ અને વર્ષ 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

• ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર સૌથી વધુ ODI જીત મેળવનારા ટોચના સાત કેપ્ટનોની યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે 178  મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 107 મેચમાં જીત મેળવી હતી. બોર્ડરની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ 1987નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

• દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન હેન્સી ક્રોન્જે ODI ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારા ટોચના સાત કેપ્ટનોની યાદીમાં ચોથા ક્રમે છે. તેણે 138 મેચમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 99 મેચ જીતી હતી.

• ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ ODI ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારા ટોચના સાત કેપ્ટનોની યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે 218 મેચમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી ન્યુઝીલેન્ડે 98 મેચ જીતી હતી.

• દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ ODI ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારા ટોચના સાત કેપ્ટનોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તેમણે 150 મેચમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 92 મેચ જીતી હતી.

• ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ODI ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારા ટોચના સાત કેપ્ટનોની યાદીમાં સાતમા ક્રમે છે. તેમણે 174 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 90 મેચમાં જીત મેળવી હતી.