લિયોનેલ મેસ્સીએ રચ્યો ઇતિહાસ પણ આર્જેન્ટિના હારતા હારતા બચ્યું, કેપ વર્ડેએ ચાહકોના દિલ જીત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડ કપમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાએ રોમાંચથી ભરપૂર મુકાબલામાં કેપ વર્ડેને 3-2થી હરાવીને રાઉન્ડ ઓફ-16માં પ્રવેશ કરી લીધો છે. શનિવારે મિયામી ગાર્ડન્સમાં રમાયેલા આ મુકાબલામાં પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલી કેપ વર્ડેએ આર્જેન્ટિનાને છેલ્લી ક્ષણો સુધી આકરી ટક્કર આપી હતી, પરંતુ એક્સ્ટ્રા ટાઇમની 111મી મિનિટે થયેલા ઓન ગોલે મેચનો ફેંસલો કરી દીધો હતો.
આર્જેન્ટિનાની જીતનો નિર્ણાયક ગોલ કેપ વર્ડેના ડિફેન્ડર ડાઈની બોર્જેસના નામે ઓન ગોલ (own goal) તરીકે નોંધાયો. ક્રિસ્ટિયન રોમેરોના હેડરને રોકવાના પ્રયાસમાં બોલ બોર્જેસ સાથે અથડાઈને ગોલમાં જતો રહ્યો અને આર્જેન્ટિનાએ 3-2ની લીડ મેળવી લીધી હતી, જે મેચના અંત સુધી જળવાઈ રહી હતી.
લિઓનેલ મેસ્સીનો શાનદાર ગોલ
આ પહેલાં કેપ્ટન લિઓનેલ મેસ્સીએ 29મી મિનિટે શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ લિસાન્દ્રો માર્ટિનેઝે એક્સ્ટ્રા ટાઇમની 103મી મિનિટે ગોલ ફટકારીને સ્કોર 2-1કર્યો હતો.
કેપ વર્ડેની શાનદાર વાપસી
જોકે, કેપ વર્ડેની ટીમે બે વખત શાનદાર વાપસી કરી હતી. સિડની લોપેસ કેબ્રાલે પ્રથમ ગોલ કરીને સ્કોર સરભર કર્યો હતો, જ્યારે ડેરોય ડુઆર્ટેએ બીજો ઈક્વલાઈઝર ફટકારીને સાઉથ ફ્લોરિડામાં હાજર મોટી સંખ્યામાં આર્જેન્ટિનાના સમર્થકોને ચોંકાવી દીધા હતા.
હવે આર્જેન્ટિનાનો સામનો ઈજિપ્ત સામે થશે
હવે રાઉન્ડ ઓફ-16માં આર્જેન્ટિનાનો સામનો ઈજિપ્ત સામે થશે. ઈજિપ્તે આ પહેલાં ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો મંગળવારે એટલાન્ટામાં રમાશે.
કેપ વર્ડેએ ચાહકોના દિલ જીત્યા
હાર છતાં કેપ વર્ડેએ પોતાના પ્રથમ જ વર્લ્ડ કપમાં યાદગાર પ્રદર્શન કર્યું. પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠા પાસે આવેલા આ નાના એવા ટાપુ દેશે ઈતિહાસ રચતાં નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી હતી. 40 વર્ષીય ગોલકીપર વોજિન્હાની શાનદાર ગોલકીપિંગ આ સફળતા પાછળનું સૌથી મોટું કારણ રહી હતી.
કેપ વર્ડેએ ગ્રુપ સ્ટેજમાં સ્પેન, ઉરુગ્વે અને સાઉદી અરેબિયા જેવી ટીમો સામે ડ્રો રમીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આર્જેન્ટિના સામે પણ વોજિન્હાએ 10 શાનદાર સેવ કર્યા હતા, જેમાં મેસીના પાંચ પ્રયાસો સામેલ હતા.
મેસ્સીએ ફરી બનાવ્યો રેકોર્ડ
મેસ્સીએ મેચની 29મી મિનિટે લિસાન્દ્રો માર્ટિનેઝના શાનદાર લોન્ગ પાસ પર શાનદાર રન લગાવ્યો, ફર્સ્ટ ટચ કર્યો અને ત્યારબાદ ગોલકીપર વોજિન્હાના ઉપરથી જોરદાર શોટ લગાવીને બોલને સીધો નેટની છતમાં પહોંચાડી દીધો.
આ મેસ્સીના કરિયરનો 20મો વર્લ્ડ કપ ગોલ રહ્યો હતો, જે આ ટૂર્નામેન્ટમાં તેનો સાતમો ગોલ પણ છે. ગોલ્ડન બૂટની રેસમાં તે હવે ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે કરતાં એક ગોલ આગળ નીકળી ગયો છે. આ સાથે જ મેસ્સીએ વર્લ્ડ કપમાં પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરતાં એમ્બાપ્પે પર બે ગોલની લીડ મેળવી લીધી છે. સતત 8 વર્લ્ડ કપ મેચોમાં સ્કોર કરવા દરમિયાન મેસ્સી અત્યાર સુધીમાં 12 ગોલ કરી ચૂક્યો છે.









