કોહલીની 55મી તો ગિલની 10મી વન-ડે સદી: મેચ જીત્યા પછી કેપ્ટને કિંગ કોહલી માટે કહી દિલની વાત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs WI: તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે વેસ્ટઇન્ડિઝને 8-વિકેટે કારમી હાર આપી. કેપ્ટન શુભમન ગિલ અને રન મશીન વિરાટ કોહલીની શાનદાર સદીઓની મદદથી ટીમ ઈન્ડિયાએ આ મેચ ખૂબ જ સરળતાથી પોતાના નામે કરી લીધી.
મેચ જીત્યા પછી કેપ્ટને કિંગ કોહલી માટે કહી દિલની વાત
મેચ બાદ કેપ્ટન ગિલની સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ ઈન્ટરનેટ પર વાયુ વેગે વાઈરલ થઈ રહી છે. મેચમાં શાનદાર સદી ફટકાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર વિરાટ કોહલી સાથે એક ફોટો શેર કરતા ગિલે માત્ર 4 શબ્દોમાં ખૂબ જ રમૂજ અંદાજમાં લખ્યું કે, "બહુ જ સારી ઈનિંગ્સ રમી".
ગિલનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. વેસ્ટઈન્ડિઝ સામે શુભમન ગિલ અને વિરાટ કોહલી બંને જ બેટ્સમેનોએ કમાલની ઈનિંગ્સ રમીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું કામ કર્યું.
શુભમન ગિલે રમી કેપ્ટનશીપ ઈનિંગ્સ
મેચ દરમિયાન શુભમન ગિલને 11 રનના વ્યક્તિગત સ્કોર પર જીવનદાન મળ્યું, જેનો તેણે પૂરો ફાયદો ઉઠાવ્યો. તેણે પોતાની શાનદાર ઈનિંગ્સ દરમિયાન 49 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને બાદમાં પોતાની 10મી વન-ડે સદી ફટકારી દીધી. ગિલે 108 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી કુલ 110 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી. જોકે, સદી પૂરી કર્યા બાદ તે઼ રોસ્ટન ચેઝના બોલ પર આઉટ થઈ ગયો.
સદી છતાં ખુશ નહોતો ગિલ
મેચ બાદ વાતચીત કરતી વખતે ગિલે ખુલ્લીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેણે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો જ્યારે હું આઉટ થયો ત્યારે મને લાગ્યું કે મારે મેચ ફિનિશ કરીને આવવું જોઈતું હતું. અંત સુધી ક્રીઝ પર ટકી રહેવું શાનદાર હોત, જોકે આ ઈનિંગ્સ મારા માટે ખૂબ સંતોષકારક રહી.
કોહલીની બેટિંગ પર શું બોલ્યો ગિલ?
વિરાટ કોહલીના વખાણ કરતા ગિલે કહ્યું કે, 'કોહલી પોતાની કરિયરના આ તબક્કે રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે અને ખુલ્લીને બેટિંગ કરી રહ્યો છે. જે ખેલાડી દેશ માટે આટલી મેચો જીતાડી ચૂક્યો હોય, તેને બસ પોતાના હિસાબે રમવાની છૂટ આપવી જોઈએ. જ્યારે તે પોતાની લયમાં હોય છે ત્યારે એકલા હાથે મેચ જીતાડી શકે છે.'
આ મેચમાં કોહલીએ પોતાની વન-ડે કરિયરની 55મી સદી ફટકારવાની સાથે-સાથે વનડેમાં પોતાના 15,000 રન પણ પૂરા કરી લીધા. ગિલ અને કોહલીની આ શાનદાર પાર્ટનરશિપ ભારતીય ક્રિકેટ ફેન્સ લાંબા સમય સુધી યાદ રાખશે.




