વડોદરા: વિસર્જન યાત્રા દરમિયાન ડીજેના સ્ક્રીન પર અસામાજિક તત્વનો ફોટો મુકવા બદલ બેની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજારના નાકા પાસે ગણેશ ઉત્સવ દરમિયાન ડીજે (DJ)ની સ્ક્રીન પર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુજસીટોક (GUJCTOC)ના આરોપી અકબર સુન્નીનો ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) પર વાયરલ થયેલા વિડીયોના આધારે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ ડીજે કડક બજાર યુવક મંડળનું હતું. ડીજેના સંચાલક કાર્તીક સુરેશભાઈ અગ્રવાલ (રહે. સયાજીગંજ) અને તેના મિત્ર મયંક ઉર્ફે મયુર જગદિશભાઈ રાજપુત (રહે. અકોટા) દ્વારા ધાર્મિક તહેવાર પ્રસંગે કોમી ઉશ્કેરણી થાય અને જાહેર જનતાની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું.
પોલીસે રૂ. 2,20,000/- ની કિંમતનો ટેમ્પો (GJ 06 BX 3223) અને સ્પીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.




