Sports

ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: લોર્ડ્સ વનડેમાંથી કેમ બહાર થયો જસપ્રિત બુમરાહ? BCCI એ આપી અપડેટ

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રવિવારે (19 જુલાઈ) રમાયેલી નિર્ણાયક ODIમાં ટીમને મોટો ઝટકો લાગ્યો. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાને કારણે મેચમાંથી બહાર થયો. BCCIએ જણાવ્યું કે, કાર્ડિફમાં ફિલ્ડિંગ દરમિયાન તેના ડાબા ઘૂંટણમાં સોજો આવ્યો હતો. કેપ્ટન શુભમન ગિલે પણ પુષ્ટિ કરી. ટીમમાં શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરના સ્થાને અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવને સામેલ કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: લોર્ડ્સ વનડેમાંથી કેમ બહાર થયો જસપ્રિત બુમરાહ? BCCI એ આપી અપડેટ

India vs England Lords ODI 2026: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝ નિર્ણાયક મેચ રવિવારે(19 જુલાઈ) લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ છે. જેની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. જેમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઘૂંટણની ઇજાને કારણે લોર્ડ્સ ODIની પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. આ અંગે BCCIએ અપડેટ્સ આપી છે. ટૉસ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલે આની પુષ્ટિ કરી છે. શુભમને કહ્યું કે, 'ઘૂંટણની ઇજાના કારણે બુમરાહ મેચ નથી રમી રહ્યો.'

લોર્ડ્સ વનડેમાંથી કેમ બહાર થયો જસપ્રિત બુમરાહ?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ બુમરાહની ઇજા અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. BCCIએ જણાવ્યું હતું કે, કાર્ડિફમાં રમાયેલી બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે બુમરાહના ડાબા ઘૂંટણમાં ઇજા થઈ હતી. ત્યારબાદ તેના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો, જેના કારણે તે ત્રીજી વનડે માટે ઉપલબ્ધ ન હતો.

'બૂમ બૂમ' બુમરાહે 2026ની IPL પછી એક મહિનાથી વધુ સમયનો વિરામ લીધો હતો. જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ અને ODI સીરિઝનો ભાગ રહ્યો નહોતો. આ ઉપરાંત, બુમરાહને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝ માટે પણ આરામ આપવામાં આવ્યો હતો. જો કે, બુમરાહે 14 જુલાઈના રોજ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ODIમાં વાપસી કરી હતી. 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલ પછી આ તેની પહેલી 50 ઓવરની મેચ હતી.

ટીમ ઇન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર

જસપ્રીત બુમરાહ ઉપરાંત ટીમ ઇન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં બે અન્ય ફેરફારો કર્યા છે. જેમાં શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર પણ આ મેચમાંથી બહાર રહ્યા છે. તેમના સ્થાને અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવને ફાઈનલ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણ.

ઇંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કુરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ અને જોશ ટંગ.