Sports

T20 વર્લ્ડકપમાં સંજૂના હાથમાંથી ઓપનિંગ જ નહીં વિકેટકિપિંગ પણ છીનવાશે! આ ખેલાડીને મળશે મોકો

By GS TEAM
28 Jan 20263 mins read
TukuTouch Logo
જ્યારે ભારતની T20 વર્લ્ડ કપ ટીમનું એલાન થયું હતું, ત્યારે ઈશાન કિશનને સંજૂ સેમસનના બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે સિલેક્શન પહેલા છેલ્લી વાર 2023માં T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ઈશાન કિશનને માત્ર એટલા માટે ટીમમાં સ્થાન મળ્યું કારણ કે સિલેક્ટર્સે છેલ્લી ઘડીએ ટીમ કોમ્બિનેશન બદલવાનો નિર્ણય લીધો હતો. હવે તેણે એવી વિસ્ફોટક બેટિંગ સાથે વાપસી કરી છે કે, ઓપનર તરીકે સંજૂ સેમસનનું સ્થાન જોખમમાં મૂકાઈ ગયુ છે. તેનાથી રન નથી બની રહ્યા અને ઈશાન શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડકપમાં સંજૂના હાથમાંથી ઓપનિંગ જ નહીં વિકેટકિપિંગ પણ છીનવાશે! આ ખેલાડીને મળશે મોકો

Sanju Samson vs Ishan Kishan: જ્યારે ભારતની T20 વર્લ્ડ કપ ટીમનું એલાન થયું હતું, ત્યારે ઈશાન કિશનને  સંજૂ સેમસનના બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે સિલેક્શન પહેલા છેલ્લી વાર 2023માં T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ઈશાન કિશનને માત્ર એટલા માટે ટીમમાં સ્થાન મળ્યું કારણ કે સિલેક્ટર્સે છેલ્લી ઘડીએ ટીમ કોમ્બિનેશન બદલવાનો નિર્ણય લીધો હતો. હવે તેણે એવી વિસ્ફોટક બેટિંગ સાથે વાપસી કરી છે કે, ઓપનર તરીકે સંજૂ સેમસનનું સ્થાન જોખમમાં મૂકાઈ ગયુ છે. તેનાથી રન નથી બની રહ્યા અને ઈશાન શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

શુભમન ગિલને ભારતીય ટીમમાંથી બહાર કરીને સંજૂ સેમસનને T20 વર્લ્ડ કપ માટે ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. તિલક વર્માની અચાનક ઈજાને કારણે કિશનને ન્યૂઝીલેન્ડ સામે નંબર 3 પર બેટિંગ કરવાની તક મળી. તેણે આ તક બંને હાથે ઝડપી લીધી. પહેલી મેચમાં 8 રન પર આઉટ થયા બાદ કિશને બીજી T20માં 32 બોલમાં 76 રન અને ત્રીજી મેચમાં 13 બોલમાં 28 રન બનાવ્યા. બીજી તરફ સેમસને પ્રથમ ત્રણ T20માં 10, 6 અને 0 રન બનાવ્યા. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તિલકની વાપસી પર ઈશાન સંજૂના સ્થાને વિકેટકીપર તરીકે રમી શકે છે.

શું કિશનને સેમસનના સ્થાને ઓપનિંગ મળવી જોઈએ?

જો તિલકની ઈજાએ કિશન માટે દરવાજા ખોલ્યા તો તેની રિકવરીમાં વિલંબે સેમસનને વધુ એક તક આપી છે. શુભમન ગિલને ટીમમાં સામેલ કર્યા બાદ સેમસનને ઓપનિંગમાંથી હટાવીને મિડલ ઓર્ડરમાં ડિમોટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ખરાબ પ્રદર્શનને કારણે બહાર થઈ ગયો. સિલેક્ટર્સે ગિલને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધો અને સંજૂ સેમસનને ફરીથી ઓપનિંગ મળી ગઈ. હવે તેનું સ્થાન ફરી એકવાર જોખમમાં છે, પરંતુ આ વખતે ટોપ ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન સાથે તેનો મુકાબલો છે. આ તેના માટે ડબલ ટ્રબલ લઈને આવે છે, કારણ કે, એક તો ઓપનર અને બીજું વિકેટકિપિંગ પણ કરે છે. 

આ પણ વાંચો: ICC Rankings: અભિષેક શર્મા પાસે ઈતિહાસ રચવાની તક! સૂર્યકુમાર યાદવની ટોપ-10માં જોરદાર એન્ટ્રી

શું વિકેટકિપર બેટ્સમેન તરીકે ઈશાન કિશન રમશે?

ન્યૂઝીલેન્ડ સામે શરૂઆતની ત્રણ મેચમાં ખરાબ પ્રદર્શન અને ત્રીજા નંબરે ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગના કારણે મામલો બગડી ગયો છે. જો સંજુએ રન ન  બનાવ્યા તો તેણે ફરી એકવાર ઓપનિંગમાંથી હાથ ધોવા પડી શકે છે. આ વખતે તો તે વિકેટકીપર તરીકે પણ પોતાનું સ્થાન બચાવી નહીં શકશે, કારણ કે ઈશાન કિશન તે જવાબદારી નિભાવી શકે છે. તિલક વર્માની વાપસી થઈ અને જો સંજૂનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું તો તે બહાર થઈ જશે. આ માટે પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં. જે કામ સંજુ કરી રહ્યો છે તે ઈશાન કરશે એટલે કે, ઓપનિંગ અને વિકેટકિપિંગ બંને જવાબદારી નિભાવશે. આવી સ્થિતિમાં તિલક વર્માનું સ્થાન સરળતાથી બચી જશે.