Get The App

ICC Rankings: અભિષેક શર્મા પાસે ઈતિહાસ રચવાની તક! સૂર્યકુમાર યાદવની ટોપ-10માં જોરદાર એન્ટ્રી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ICC Rankings: અભિષેક શર્મા પાસે ઈતિહાસ રચવાની તક! સૂર્યકુમાર યાદવની ટોપ-10માં જોરદાર એન્ટ્રી 1 - image


ICC Rankings: ICCએ T20 રેન્કિંગની પોતાની તાજેતરની અપડેટ જારી કરી છે. ICC રેન્કિંગમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ નંબર-1 પર પોતાનો કબજો જમાવી રાખ્યો છે. તેણે રેટિંગમાં ફરી એકવાર જબરદસ્ત વધારો કર્યો છે. ખાસ વાત એ છે કે, ICC T20 રેન્કિંગમાં એક સમયે નંબર વન બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાદવે બહાર થયા બાદ ફરીથી ટોપ-10માં ધમાકેદાર વાપસી કરી છે. આ વખતે ઘણા નવા ફેરફારો જોવા મળી રહ્યા છે. 

અભિષેક શર્મા પાસે ઈતિહાસ રચવાની તક

ભારત vs ન્યુઝીલેન્ડ T20 સીરિઝ વચ્ચે ICCએ નવી રેન્કિંગ જારી કરી દીધી છે. અભિષેક શર્મા પાસે વિશ્વનો નંબર વન T20 બેટ્સમેનનો તાજ બરકરાર છે. છેલ્લી વખતે તેની રેટિંગ 903ની આસપાસ હતી, જે હવે વધીને 929 થઈ ગઈ છે. હવે તે એક નવો ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. વર્ષ 2025માં તેની રેટિંગ 931 પર પહોંચી હતી. હવે આ વર્ષે તે તેનાથી માત્ર બે પોઈન્ટ પાછળ છે. આવી સ્થિતિમાં જો અભિષેક પાસે એ તક છે કે, જો તે ભારત vs ન્યુઝીલેન્ડ સીરિઝની બાકીની બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરે તો નવા શિખર પર પહોંચી જશે.

ICC Rankings: અભિષેક શર્મા પાસે ઈતિહાસ રચવાની તક! સૂર્યકુમાર યાદવની ટોપ-10માં જોરદાર એન્ટ્રી 2 - image

સૂર્યકુમાર યાદવની ટોપ-10માં જોરદાર એન્ટ્રી

અભિષેક શર્મા પછી બીજો અને ત્યારબાદ કયો બેટ્સમેન છે તે અંગે અમે તમને આગળ જણાવીશું, પરંતુ તે પહેલાં તમારે સૂર્યકુમાર યાદવ વિશે જાણવું જોઈએ. ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર ટોપ-10માં ધમાકેદાર વાપસી કરી છે. તેને આ વખતે રેન્કિંગમાં સીધો પાંચ સ્થાનનો ઉછાળો મળ્યો છે. સૂર્યા હવે 717ના રેટિંગ સાથે નંબર 7 પર પહોંચવામાં સફળ રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરિઝ દરમિયાન સૂર્યાએ છેલ્લી બે મેચમાં સતત અડધી સદી ફટકારી હતી અને અણનમ પાછો ફર્યો હતો. ત્યારબાદ તેની આ મોટી છલાંગ વાજબી છે.

પહેલા અને બીજા નંબરના બેટ્સમેન વચ્ચે મોટું અંતર

હવે તમને જણાવીએ કે, રેન્કિંગમાં અભિષેક પછી બીજા નંબર પર કયો બેટ્સમેન છે. તો બીજા નંબર પર ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ છે. જેની રેટિંગ હાલમાં 849 છે. આનો અર્થ એ કે પહેલા અને બીજા નંબરના બેટ્સમેન વચ્ચેનું અંતર વધુ વધ્યું છે.  

આ પણ વાંચો: અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સંસ્કાર, ફડણવીસ અને શિંદે બારામતી પહોંચ્યા

ભારતીય ટીમનો તિલક વર્મા ભલે અત્યારે રમી નથી રહ્યો, પરંતુ તેમ છતાં તે ત્રીજા નંબર પર છે. તેની રેટિંગ 781 છે. ઈંગ્લેન્ડના જોસ બટલર 770 રેટિંગ સાથે ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન 763 રેટિંગ સાથે પાંચમા સ્થાન પર છે. શ્રીલંકાના પથુમ નિસંકા 758ની રેટિંગ સાથે છઠ્ઠા સ્થાન પર છે. આ બધાના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.

સૂર્યાના કારણે આ બેટ્સમેનોને થયું નુકસાન

સૂર્યકુમારની ટોપ-10માં એન્ટ્રીથી ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને ટિમ સેઈફર્ટને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. જોકે, તેમ છતાં આ તમામ ટોપ-10માં યથાવત છે. હવે કુલ મળીને ત્રણ ભારતીય બેટ્સમેન હવે ICC T20 રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન ધરાવે છે. ન્યુઝીલેન્ડ સામે હજુ બે મેચ બાકી છે અને તેમાં કરવામાં આવેલા પ્રદર્શન બાદ તેમાં ફરીથી ફેરફાર આવશે.