Sports

પૂર્વ ક્રિકેટરને ટિકિટોની કાળાબજારી કરવી ભારે પડી, પોલીસે કરી ધરપકડ, મોબાઈલ પણ જપ્ત

By GS Team
29 Mar 20262 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસે ટિકિટોની કાળાબજારી કરવાના કેસમાં સ્થાનિક પૂર્વ ક્રિકેટની ધરપકડ કરી છે. તાજેતરમાં ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ ફાઈનલ મેચ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ટિકિટોની કાળાબજારી મામલે પોલીસે પૂર્વ ક્રિકેટર બલવંત સિંહ સ્વરૂપ સોઢાની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ ક્રિકેટરને ટિકિટોની કાળાબજારી કરવી ભારે પડી, પોલીસે કરી ધરપકડ, મોબાઈલ પણ જપ્ત

India vs England T20 World Cup 2026 : મુંબઈ પોલીસે ટિકિટોની કાળાબજારી કરવાના કેસમાં સ્થાનિક પૂર્વ ક્રિકેટની ધરપકડ કરી છે. તાજેતરમાં ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ ફાઈનલ મેચ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ટિકિટોની કાળાબજારી મામલે પોલીસે પૂર્વ ક્રિકેટર બલવંત સિંહ સ્વરૂપ સોઢાની ધરપકડ કરી છે.

ટિકિટોની કાળાબજારી કેસમાં પૂર્વ ક્રિકેટર સામનો આરોપી

ટી20 વર્લ્ડકપ-2026ની સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પોલીસે ટિકિટોની કાળાબજારી કરનારા તત્વોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ બાદ પોલીસે કાળાબજારીમાં કથિત ભૂમિકા મામલે અંદર-19ના પૂર્વ ક્રિકેટર સોઢાની ધરપકડ કરી છે. પોલીસે 26 વર્ષના સોઢાને સાતમાં આરોપી તરીકે પકડ્યો છે.

આ પણ વાંચો : MI vs KKR: 'વાનખેડેમાં રોહિત શર્મા મોટી ઈનિંગ રમશે...' પૂર્વ સિલેક્ટરનો મેચ પહેલા મોટો દાવો

સોઢાનો મોબાઈલ ફોન પણ જપ્ત

પોલીસે કહ્યું કે, પૂર્વ ક્રિકેટર સોઢાનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ. ટિકિટોની કાળાબજારીનાં રેકેટમાં કોણ કોણ સામેલ છે, તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધીમાં 24 ટિકિટો જપ્ત કરવામાં આવી છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને ટિકિટ વહેંચણી મુદ્દે જવાબ મંગાયો છે. 

સોઢાએ 25 હજાર રૂપિયામાં બે ટિકિટ વેંચી હતી

પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, સોઢાએ 25 હજાર રૂપિયામાં બે ટિકિટ વેંચી હતી. જોકે તેણે કેવી રીતે ટિકિટો મેળવી, તેની માહિતી પોલીસે આપી નથી. હાલ પોલીસ તમામ બાબતોની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, જે ક્રિકેટરો આજે મોટા સ્તરે રમી રહ્યા છે, તેવા ક્રિકેટરો સાથે સોઢાએ મેચ રમી છે. તે પોતાના નામનો દુરુપયોગ કરીને કાળાબજારીની ગેંગમાં સામેલ થયો હતો.

આ પણ વાંચો : IPL 2026ની પહેલી મેચમાં જ વિવાદ, સૉલ્ટે પકડેલા કેચ પર દિગ્ગજોએ ઊઠાવ્યા સવાલ