Sports

લગ્નનું વચન આપી સંબંધ બાંધવાનો આરોપ: IPL સ્ટાર અભિષેક પોરેલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
બંગાળ અને દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલને ચિનસુરા કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લગ્નના વચન આપી શારીરિક સંબંધ બાંધવા અને દુર્વ્યવહારના આરોપોમાં ધરપકડ કરાયેલા 23 વર્ષીય પોરેલને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. કર્ણાટકની એક યુવતીની ફરિયાદના આધારે પોલીસે તેની કોલકાતાથી ધરપકડ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નનું વચન આપી સંબંધ બાંધવાનો આરોપ: IPL સ્ટાર અભિષેક પોરેલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

Cricketer Abishek Porel Denied Bail: બંગાળ અને દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલને ચિનસુરા કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા અને દુરવ્યવહારના આરોપોમાં ધરપકડ કરાયેલા પોરેલને અદાલતે જામીન આપવાનો ઇનકાર કરીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. 23 વર્ષીય પોરેલને મોગરા પોલીસે એક યુવતીની ફરિયાદના આધારે અટકાયતમાં લીધો હતો. આ પહેલાં તેને 11 ઓગસ્ટે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટડીની મુદત પૂરી થયા બાદ સોમવારે તેને ફરીથી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કર્ણાટકની યુવતીએ કરી હતી ફરિયાદ

આ કેસ 23 જૂનથી ચાલી રહેલી તપાસ સાથે જોડાયેલો છે. કર્ણાટકમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલી એક યુવતીએ મોગરા પોલીસ સ્ટેશનમાં પોરેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો, તેમણે લગ્નનું આયોજન પણ કર્યું હતું અને સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ 18 મહિના પહેલા બંને વચ્ચે વિવાદ થયો હતો અને તે સમયે પણ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ ત્યારે FIR નોંધાઈ નહોતી.

પોલીસે પોરેલના ચંદનનગરના ઘરે પાડ્યા દરોડા

પોલીસે પોરેલના ચંદનનગર સ્થિત ઘર પર કેટલીક વાર દરોડા પાડ્યા હતા, પરંતુ તે મળ્યો નહોતો. બાદમાં નીચલી કોર્ટ અને ફરિયાદીએ કલકત્તા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હાઈકોર્ટે મોગરા પોલીસને પોરેલની તાત્કાલિક ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી પોલીસે કોલકાતાથી તેની ધરપકડ કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોરેલ બંગાળની રણજી ટીમનો નિયમિત ખેલાડી છે, અને IPLમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહી ચૂક્યો છે. પરંતુ હાલમાં ક્રિકેટ સિવાય આ કાનૂની વિવાદ તેના માટે મોટી મુશ્કેલી બની ગયો છે.