IPL 2027: હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે 'યુદ્ધ'! જાણો કઈ ટીમ કયા ખેલાડીનો ભોગ આપવા તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hardik Pandya Trade Update: IPL 2027માં હાર્દિક પંડ્યાની ટીમ કઈ હશે? તેના મુંબઈ ઇઇન્ડિયન્સ છોડવાની અફવાઓએ ફરી જોર પકડ્યું છે. શરૂઆતમાં તેને ટ્રેડ કરવાની રેસમાં માત્ર ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ જ સામેલ હતી, પરંતુ હવે એવી માહિતી મળી રહી છે કે, 5 ટીમો હાર્દિકમાં રસ દાખવી રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સ પણ સામેલ છે અને તે પોતાના એક માર્કી ખેલાડીને રિલીઝ કરવા માટે પણ તૈયાર છે.
એક અહેવાલ પ્રમાણે એક તરફ ચેન્નઈ સુપર કિંગ્સની પ્રથમ પ્રાથમિકતા હેડ કોચનું પદ ભરવાની છે અને ત્યારબાદ તેઓ હાર્દિક પંડ્યા કે અન્ય કોઈ ખેલાડીને ટ્રેડ કરવાની શક્યતા પર વિચાર કરશે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સને પણ હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવામાં રસ છે.
જાણો કઈ ટીમ કયા ખેલાડીનો ભોગ આપવા તૈયાર
દિલ્હી કેપિટલ્સ
આ જ અહેવાલ પ્રમાણે દિલ્હી કેપિટલ્સ પણ હાર્દિક પંડ્યામાં રસ દાખવી શકે છે. તેના માટે તે અક્ષર પટેલને મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટ્રેડ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈનો સ્પિન બોલિંગ એટેક બહુ મજબૂત રહ્યો નથી, તેથી અક્ષરના આવવાથી તે સમસ્યા દૂર થઈ શકે છે અને તેની પાસે લીડરશિપની ક્ષમતા પણ છે.
લખનઉ સુપર જાયન્ટ્સ
લખનઉ સુપર જાયન્ટ્સ પાસે મિચેલ માર્શના રૂપમાં વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર છે, પરંતુ તે IPLમાં બહુ ઓછી બોલિંગ કરે છે. LSGમાં નિકોલસ પૂરનને આ સંભવિત ટ્રેડનો ભાગ બનતાં જોઈ શકાય છે. એટલે કે હાર્દિકના બદલામાં નિકોલસ પૂરન મુંબઈ ઇન્ડિયન્સમાં જઈ શકે છે.
ચેન્નઈ સુપર કિંગ્સ
ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથનનું કહેવું છે કે, અમારો પ્રથમ ટાર્ગેટ હેડ કોચની નિમણૂક કરવાનો છે, જે સ્ટીફન ફ્લેમિંગના ગયા બાદ ખાલી પડ્યું છે. જોકે, અગાઉ એવી અટકળો ચાલતી હતી કે હાર્દિકના બદલામાં CSKએ કોઈ પણ 2 ખેલાડીઓને છોડવા પડી શકે છે. આ માટે શિવમ દુબે, આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસના નામ પણ સામે આવ્યા હતા.
કોલકાતા નાઇટ રાઇડર્સ
કોલકાતા નાઇટ રાઇડર્સ 25.2 કરોડમાં ખરીદાયેલા કેમરોન ગ્રીનને રિલીઝ કરી શકે છે, પરંતુ તે MI માટે ફાયદાનો સોદો નહીં રહે. આગામી વર્ષે IPL બાદ તરત જ એશિઝ સિરીઝ રમાવાની છે, જેને પગલે IPLમાં કેમરોન ગ્રીનની ઉપલબ્ધતા સવાલોના ઘેરામાં હશે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ પાસે રવીન્દ્ર જાડેજા, સેમ કરન, ડોનોવન ફરેરા અને દાસુન શનાકાના રૂપમાં વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર ખેલાડીઓની લાંબી યાદી છે. પરંતુ એવી માહિતી મળી રહી છે કે, તેઓ હાર્દિક પંડ્યા માટે યશસ્વી જયસ્વાલને રિલીઝ કરવા પર વિચાર કરી શકે છે.









