Ahmedabad

અમદાવાદ: કે.કા. શાસ્ત્રી કોલેજમાં બાઉન્સરોની કથિત હેરાનગતિ મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદની કે.કા. શાસ્ત્રી કોલેજમાં બાઉન્સરો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે કથિત ગેરવર્તનને પગલે NSUIએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી જવાબદાર અધિકારીને રજૂઆત કરી હતી. NSUI દ્વારા તમામ બાઉન્સરોનું પોલીસ વેરિફિકેશન, તેમની કંપની અને નિમણૂકની તપાસની માંગ કરાઈ છે. જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તેમને કોલેજ પરિસરમાંથી હટાવવા પણ માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કે.કા. શાસ્ત્રી કોલેજમાં બાઉન્સરોની કથિત હેરાનગતિ મુદ્દે NSUIનો ઉગ્ર વિરોધ

Ahmedabad News: અમદાવાદની કે.કા. શાસ્ત્રી કોલેજમાં ફરજ બજાવતા બાઉન્સરો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે કથિત રીતે હેરાનગતિ અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને લઈને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. એટલું જ નહીં જવાબદાર અધિકારી સામે ઉગ્ર રજૂઆત પણ કરી હતી. આ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે NSUI દ્વારા ઉગ્ર માગ કરવામાં આવી હતી કે, કોલેજમાં મુકાયેલા તમામ બાઉન્સરોનું તાત્કાલિક ધોરણે પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવે અને તેમની કંપની, ઓળખ તથા નિમણૂકની પ્રક્રિયાની સંપૂર્ણ તપાસ થાય.

વધુમાં, વિદ્યાર્થીઓ સાથે થયેલા અયોગ્ય વર્તનની નિષ્પક્ષ તપાસ કરી જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બાઉન્સરોને કોલેજ પરિસરમાંથી તાત્કાલિક હટાવી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.