Entertainment

અર્શદ વારસી અને બરુન સોબતીની અસુર-3માં લીડ તરીકે વાપસી

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
'અસુર' વેબ સિરીઝની ત્રીજી સીઝનનું શૂટિંગ સપ્ટેમ્બરમાં મુંબઈમાં શરૂ થશે. આ સાયકોલોજીકલ થ્રિલરમાં અર્શદ વારસી અને બરુન સોબતી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ પણ આ સીઝન 3માં જોડાશે. ગૌરવ શુક્લા દિગ્દર્શન અને નિર્માણ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્શદ વારસી અને બરુન સોબતીની અસુર-3માં લીડ તરીકે વાપસી
  • નવી સીઝનમાં શ્વેતા બાસુ પ્રસાદ પણ જોડાશે
  • ત્રીજી સીઝનનું શૂટિંગ આગામી સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના

મુંબઈ : સાયોકોલોજીકલ થ્રિલર 'અસુર'ની અતિ પ્રતિક્ષીત ત્રીજી સીઝનનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. ગૌરવ શુક્લા દ્વારા રચિત આ સફળ ફ્રેન્ચાઈસીમાં ફરી એકવાર અર્શદ વારસી અને બરુન સોબતી અનુક્રમે ધનંજય રાજપૂત અને નિખિલ નાયર તરીકે દેખાશે.
અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ પણ સીઝન ૩ની કાસ્ટમાં જોડાશે. તેના પાત્રની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે, જ્યારે બાકીની કાસ્ટ હજી નક્કી કરાઈ રહી છે. સર્જકોએ પટકથા લેખનનું કાર્ય પૂરુ કરી લીધું છે અને સપ્ટેમ્બરમાં શૂટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. સીઝન ૩માં કેમેરા પાછળ બહુ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સીરીઝના રચયિતા અને લેખક ગૌરવ શુક્લા નવી સીઝન સાથે તેમના દિગ્દર્શક તરીકેનું ડેબ્યુ કરવા ઉપરાંત નિર્માતાની ફરજ પણ નિભાવશે. પ્રથમ બે સીઝનના દિગ્દર્શક ઓની સેન હતા.