યશે રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નગ્નતા અને બેફામ હિંસાએ વિવાદ સર્જ્યો
- યશ, કિયારા, તારા સુતરિયા અભિનિત ટોક્સિકનું ટ્રેલર રજૂ થતાં જ ચર્ચાસ્પદ બન્યું
મુંબઈ : યશની અતિ પ્રતીક્ષિત ફિલ્મ 'ટોક્સિક'નું ટ્રેલર ૮ ઓગસ્ટ રીલિઝ થતાં જ ચર્ચાએ ચડયું છે. ફિલ્મમાં રણબીર કપૂરની 'એનિમલ'ની કોપી કરવામાં આવી હોવાની વ્યાપક ટીકાઓ થઈ રહી છે. અનેક દર્શકોએ ન્યુડિટી તથા બેફામ હિંસા માટે ફિલ્મને વખોડી નાખી છે.
નેટ યૂઝર્સે જણાવ્યું હતું કે રણબીર કપૂરનો 'એનિમલ'નો ન્યૂડ સીન બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. તેની યશે કોપી કરી છે. આ ઉપરાંત ફિલ્મમાં 'એનિમલ' જેવી જ પારાવાર હિંસા છે. યશ ન્યુડિટી તથા હિંસાના સહારે જ બોક્સ ઓફિસ પર સફળ થવા માગે છે. સંખ્યાબંધ લોકોએ કિયારા અડવાણીની પણ આ ભૂમિકા સ્વીકારવા બદલ તથા બેહદ બોલ્ડ દ્રશ્યો આપવા બદલ ટીકા કરી હતી.
'ટોક્સિક'નું નિર્દેશન ગીતૂ મોહનદાસે કર્યું છે જેમણે યશ સાથે મળીને એની વાર્તા પણ લખી છે. વેંકટ કે.નારાયણ નિર્મિત આ ફિલ્મ ૨૬ ઓગસ્ટે કન્નડ ઉપરાંત હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજીમા રીલિઝ થવાની છે.









