Entertainment

'કિલ'ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં અજય દેવગણની એન્ટ્રી

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
અજય દેવગણ નિખિલ નાગેશ ભટ દિગ્દર્શિત નવા એક્શન ડ્રામામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ હાલ પ્લાનિંગ હેઠળ છે અને તેનું શૂટિંગ 2027ના ઉત્તરાર્ધમાં શરૂ થવાની સંભાવના છે. હોલિવુડમાં વ્યસ્ત હોવાને કારણે ભટ અજય દેવગણ સાથે કામ શરૂ કરતા પહેલા જેમી ફોક્સ અભિનિત 'ડેડલોક્ડ' પૂરી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કિલ'ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં અજય દેવગણની એન્ટ્રી
  • એક્શન સ્ટાર અને દિગ્દર્શકની જુગલબંધી
  • જોકે, નિખિલ ભટ હોલિવુડમાં બીઝી હોવાથી શૂટિંગ છેક આવતાં વર્ષે શરૂ થવાની ધારણા

મુંબઈ : અજય દેવગણ નિખિલ નાગેશ ભટ દિગ્દર્શિત નવા એક્શન ડ્રામામાં લીડ હિરો તરીકે જોડાયો છે. પ્રોજેક્ટ હજુ પ્લાનિંગના તબક્કે છે અને શૂટિંગ ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં શરૂ થવાની સંભાવના છે. ફિલ્મના પ્લોટની વિગતો હજુ જાહેર કરાઈ નથી. ભટને તેમની ૨૦૨૪ની લક્ષ્યા અને 'રાઘવ જુયાલ અભિનિત ફિલ્મ 'કિલ' માટે વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી. ફિલ્મનું ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે પ્રીમિયર થયા પછી તેમજ હોલીવૂડે તેના રિમેક અધિકાર હાંસલ કર્યા હોવાથી વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પણ મળી હતી.
દેવગણ સાથે કામ શરૂ કરવા અગાઉ ભટ જેમી ફોક્સ અભિનિત એક્શન થ્રિલર 'ડેડલોક્ડ' સાથે તેમની હોલીવૂડ ડેબ્યુ કરે તેવી સંભાવના છે. તેઓ દેવગણની ફિલ્મ શરૂ કરવા અગાઉ આ પ્રોજેક્ટ પૂરો કરે તેવી પણ સંભાવના છે.