અક્ષય-વિદ્યા બાલનની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાને આરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મુંબઈમાં મહત્વના ગીત અને ક્લાઈમેક્સનું શૂટ
- અનીઝ બાઝમી દિગ્દર્શિત ફિલ્મ આગામી ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે
મુંબઈ : અક્ષય કુમાર અને વિદ્યા બાલન અનીઝ બાઝમીની પારિવારીક કોમેડી ફિલ્મનું શૂટ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. મુંબઈમાં હાલ પંદર દિવસનું છેલ્લું શિડયૂલ યોજાયું છે. ટીમ મુખ્ય જોડી સાથે ગીત તેમજ મોટા પાયાના કોમેડી ક્લાઈમેક્સનું શૂટ કરી રહી છે. ફિલ્મ આગામી ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. જોકે, ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરાયું નથી.
તાજેતરનું શૂટિંગ મુંબઈનાં ગોરેગાંવ ખાતે એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે થઈ રહ્યું છે. અગાઉ મોટી ભીડ ધરાવતા ગીતનું શૂટ થયું હતું. વિદ્યા બાલન તથા અક્ષય કુમાર વર્ષો પછી સ્ક્રીન શેર કરી રહ્યાં છે. તેમની સાથે કાસ્ટમા ંરાશિ ખન્ના પણ સામેલ છે.
અક્ષય કુમાર અને વિદ્યા બાલન અગાઉ 'મિશન મંગલ', 'ભૂલભૂલૈયા' તથા 'હે બેબી' સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.









