Sports

IPL 2026: નહીં સુધરે દિગ્વેશ રાઠી! વિકેટ લેતા ફરી કર્યું વિવાદિત ‘નોટબુક સેલિબ્રેશન’, પણ બદલ્યો અંદાજ

By GS Team
12 Apr 20262 mins read
TukuTouch Logo
IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠી એકવાર ફરી પોતાના ‘નોટબુક સેલિબ્રેશન’ને લઈને ચર્ચામાં છે. ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં તેમણે સાઈ સુદર્શનની વિકેટ લીધા બાદ પોતાના અંદાજમાં જશ્ન મનાવ્યો, પરંતુ આ વખતે તેમની રીત થોડી બદલાયેલી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026: નહીં સુધરે દિગ્વેશ રાઠી! વિકેટ લેતા ફરી કર્યું વિવાદિત ‘નોટબુક સેલિબ્રેશન’, પણ બદલ્યો અંદાજ

Digvesh Rathi Notebook Celebration: IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠી એકવાર ફરી પોતાના ‘નોટબુક સેલિબ્રેશન’ને લઈને ચર્ચામાં છે. ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં તેમણે સાઈ સુદર્શનની વિકેટ લીધા બાદ પોતાના અંદાજમાં જશ્ન મનાવ્યો, પરંતુ આ વખતે તેમની રીત થોડી બદલાયેલી જોવા મળી.

ગત સીઝનની સજામાંથી લીધો બોધ

ગઈ સીઝનમાં રાઠીને તેના ઓવર-ધ-ટોપ સેલિબ્રેશન માટે ત્રણ વખત દંડ ભોગવવો પડ્યો હતો. પહેલા 25% મેચ ફી, પછી 50% અને ત્રીજી વખત ફરી 50% દંડ સાથે એક મેચનો પ્રતિબંધ મૂકી દંડાયો હતો. આ જ કારણ છે કે આ વખતે તેનું સેલિબ્રેશન થોડું ‘ટોન-ડાઉન’ (નરમ) દેખાયું.

કેવી રીતે મળી વિકેટ?

પહેલા જ્યાં રાઠી બેટ્સમેનની આંખોમાં આંખ પરોવીને કાલ્પનિક લાઈન ખેંચતો હતો, ત્યાં આ વખતે તેને વિકેટ લીધા બાદ મેદાન પર નમીને ‘સાઈન’ (નોટબુક સેલિબ્રેશન) કરવા જેવો ઈશારો કર્યો. આ ફેરફાર સાફ દર્શાવે છે કે તેમણે ગત સીઝનની સજામાંથી બોધ લીધો છે. આ વિકેટ ત્યારે મળી જ્યારે આવેશ ખાને કેચ પકડીને સાઈ સુદર્શનને પેવેલિયન ભેગા કર્યો. રાઠીનો બોલ થોડો શોર્ટ અને લેગ સાઈડ પર હતો, જેને સુદર્શને સ્કૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો ફાઇન લેગ પર ઉભેલા ફિલ્ડરના હાથમાં ગયો.

રાઠીએ સાવધાનીથી રમવું પડશે 

IPLના નિયમો મુજબ, કોઈપણ ખેલાડીના ડિમેરિટ પોઈન્ટ્સ 36 મહિના સુધી રેકોર્ડમાં રહે છે. રાઠીના નામે ગત સીઝનમાં 5 ડિમેરિટ પોઈન્ટ્સ જોડાઈ ચૂક્યા છે. જો આ આંકડો 8 સુધી પહોંચે છે તો બે મેચનો પ્રતિબંધ અને 11 પોઈન્ટ્સ પર ત્રણ મેચનો પ્રતિબંધ લાગી શકે છે. તેવામાં તેમણે આ સીઝનમાં ખાસ સાવધાની રાખવી પડશે.

ગુજરાતનો 7 વિકેટથી વિજય

આ મુકાબલામાં ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. લખનઉની ટીમ 20 ઓવરમાં 164/8 નો સ્કોર જ બનાવી શકી હતી. ગુજરાત માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરતા 4/28 ના આંકડા નોંધાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની શરૂઆત મજબૂત રહી હતી. કેપ્ટન ગિલ અને જોસ બટલરે શાનદાર અડધી સદી ફટકારી ટીમને જીતની રાહ પર આગળ વધારી હતી. અંતે ગુજરાત ટાઇટન્સે 8 બોલ બાકી રહેતા 7 વિકેટથી આસાન જીત મેળવી લીધી હતી.