Sports

ગળામાં તુલસીની માળા અને હાથમાં જાપવાળું મશીન, RCB-વિરાટને સપોર્ટ કરવા પહોંચી અનુષ્કા શર્મા

By GS Team
31 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે(31 મે, 2026) IPL 2026 ની ફાઇનલ મેચ નીહાળવા મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા છે. આ દરમિયાન પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે અનુષ્કા શર્મા સ્ટેડિયમ પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગળામાં તુલસીની માળા અને હાથમાં જાપવાળું મશીન, RCB-વિરાટને સપોર્ટ કરવા પહોંચી અનુષ્કા શર્મા

Anushka Sharma At IPL Final Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે(31 મે, 2026) IPL 2026 ની ફાઇનલ મેચ નીહાળવા મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા છે. આ દરમિયાન પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે અનુષ્કા શર્મા સ્ટેડિયમ પહોંચી હતી.

સ્ટેડિયમમાં વિરાટની 'લેડી લક'

IPL ફાઈનલ મેચ જોવા અનુષ્કા અમદાવાદ સ્ટેડિયમ પહોંચી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્ટેડિયમ બહાર ભારે સુરક્ષા સાથે જોવા મળી હતી. આમ, વિરાટનું 'લેડી લક' ખાસ દિવસે તેની સાથે હોવાનું જાણીને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સ્ટેડિયમમાં અનુષ્કા બેંગ્લોર ટીમને સપોર્ટ કરતી કેટલીક મહિલાઓ સાથે ગપસપ કરતી પણ જોવા મળી હતી. આ દરમિયાન અનુષ્કા ખૂબ ખુશ હતી. અનુષ્કાએ પોતાના ગળામાં માળા પણ પહેરી હતી, જેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અનુષ્કા અને વિરાટ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ચૂક્યા છે. તેઓ ઘણીવાર વૃંદાવન પ્રેમાનંદ મહારાજ સાથે જોવા મળે છે.

થોડા દિવસો પહેલા એક ક્વોલિફાયર મેચ દરમિયાન અનુષ્કાની આંગળી પર મંત્રોચ્ચાર મશીન પહેરેલુ જોવા મળ્યું હતું, જે બતાવે છે કે તે ભગવાનમાં કેટલી શ્રદ્ધા રાખે છે.

શું વિરાટ કોહલી IPL કપ જીતશે?

વિરાટ કોહલીની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, ગુજરાત ટાઇટન્સ સામે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમી રહી છે. જો બેંગ્લુરુ આ મેચ જીતશે, તો તેઓ સતત બીજી વખત IPL કપ જીતનાર ત્રીજી ટીમ બનશે. આ ખાસ પ્રસંગે અનુષ્કા પણ હાજર છે. જો વિરાટની ટીમ જીતશે તો અનુષ્કા પણ કપ ઉપાડતી જોવા મળી શકે છે.