Sports

પંજાબ કિંગ્સે 210 રનનો ટાર્ગેટ સરળતાથી સર કર્યો, 5 વિકેટે જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર

By GS Team
3 Apr 20262 mins read
TukuTouch Logo
એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ(ચેપોક સ્ટેડિયમ)માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સે 5 વિકેટથી આસાન જીત મેળવી લીધી છે. CSKની ચાલુ સિઝનમાં સતત બીજી હાર છે જ્યારે હોમ ગ્રાઉન્ડમાં સતત છઠ્ઠી હાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સે શુક્રવારે પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી આયુષ મ્હાત્રેએ સૌથી વધુ 73 રન બનાવ્યા. તેના જવાબમાં પંજાબ કિંગ્સે દમદાર શરૂઆત કરી હતી. પ્રિયાંશ આર્યા 11 બોલમાં 39 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો. જ્યારે પ્રભસિમરન સિંહ 43 રન, કૂપર કોનોલી 36 રન, શ્રેયસ અય્યર 50 રન, શશાંક સિંહ, નેહલ વઢેરા 10 રન બનાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબ કિંગ્સે 210 રનનો ટાર્ગેટ સરળતાથી સર કર્યો, 5 વિકેટે જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર

CSK vs PBKS IPL 2026: એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ(ચેપોક સ્ટેડિયમ)માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સે 5 વિકેટથી આસાન જીત મેળવી લીધી છે. CSKની ચાલુ સિઝનમાં સતત બીજી હાર છે જ્યારે હોમ ગ્રાઉન્ડમાં સતત છઠ્ઠી હાર છે. પંજાબ કિંગ્સ IPL 2026ની બંને મેચ પોતાને નામે કરી લીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી આયુષ મ્હાત્રેએ સૌથી વધુ 73 રન બનાવ્યા. તેના જવાબમાં પંજાબ કિંગ્સે દમદાર શરૂઆત કરી હતી. પ્રિયાંશ આર્યા 11 બોલમાં 39 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો. જ્યારે પ્રભસિમરન સિંહ 43 રન, કૂપર કોનોલી 36 રન, શ્રેયસ અય્યર 50 રન, શશાંક સિંહ 14 રન, નેહલ વઢેરા 10 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઈ તરફથી મેટ હેનરી અને અંશુલ કંબોજે બે-બે વિકેટ ચટકાવી હતી.

સ્કોર કાર્ડ

CSK: 209/5(20)

PBKS: 210/5(18.4)

ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ

પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. બીજી ઓવરમાં ઝેવિયર બાર્ટલેટે સંજુ સેમસનને 7 રને આઉટ કરીને પંજાબને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા આયુષ મ્હાત્રેએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને ઇનિંગને સંભાળી હતી. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 96 રન જોડ્યા હતા. 12મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે ઋતુરાજ ગાયકવાડને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ઋતુરાજ ગાયકવાડ ફે 22 બોલમાં બે ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. તેના પછીની ઓવરમાં વિજયકુમાર વૈશકે આયુષ મ્હાત્રેનો પણ શિકાર કરી લીધો. આયુષ મ્હાત્રેએ 43 બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકારીને 73 રનની ઇનિંગ રમી હતી.

ચોથી વિકેટ કાર્તિક શર્માની પડી જે એક રન બનાવીને આઉટ થયો. સરફરાઝ ખાને 12 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. તેને વિજયકુમાર વૈશકે આઉટ કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શિવમ દુબેએ 27 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 45 રનની ઇનિંગ રમી હતી. પ્રશાંત વીર છ રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબ કિંગ્સ માટે વિજયકુમાર વૈશકે બે વિકેટ લીધી હતી. ઝેવિયર બાર્ટલેટ, માર્કો યાનસન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક બેટ્સમેનને આઉટ કર્યા હતા.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

પંજાબ કિંગ્સ

પ્રભસિમરન સિંહ (વિકેટ કીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેનસન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

ચેન્નાઈ સુપર કિંગ્સ

સંજુ સેમસન (વિકેટ કીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી, ખલીલ અહેમદ