Sports

IPL 2025 મેગા ઓક્શનમાં આ ચાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરશે RCB, ડિવિલિયર્સે આપી સલાહ

By GS Team
7 Nov 20241 min read
This article was originally published on 7 Nov 2024
TukuTouch Logo
IPL 2025નો મેગા ઓક્શન જેદ્દામાં 24 અને 25 નવેમ્બરના રોજ આયોજિત કરવામાં આવશે. આ ઓક્શન માટે તમામ ટીમોએ સગભગ તૈયારી પૂર્ણ કરી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વાત કરીએ તો તેણે વિરાટ કોહલી સહિત 3 ખેલાડીઓને રિટેન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2025 મેગા ઓક્શનમાં આ ચાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરશે RCB, ડિવિલિયર્સે આપી સલાહ

IPL 2025 Mega Auction: IPL 2025નો મેગા ઓક્શન જેદ્દામાં 24 અને 25 નવેમ્બરના રોજ આયોજિત કરવામાં આવશે. આ ઓક્શન માટે તમામ ટીમોએ સગભગ તૈયારી પૂર્ણ કરી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વાત કરીએ તો તેણે વિરાટ કોહલી સહિત 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. 

RCBને એબી ડિવિલિયર્સે રસપ્રદ સલાહ આપી છે. તેમણે ટીમને ચાર ખેલાડીઓને ખરીદવાની સલાહ આપી છે. તેમાં પહેલું નામ યુઝવેન્દ્ર ચહલનું છે. ચહલ આરસીબી માટે પહેલા પણ રમી ચૂક્યો છે. ડિવિલિયર્સે પોતાના x હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે કગીસો રબાડાનું નામ પણ લીધું છે. રબાડાનો અત્યાર સુધી સારો રેકોર્ડ રહ્યો છે. 

આ પણ વાંચો: IPL 2025: RCBથી રિલીઝ થયા પછી ગ્લેન મેક્સવેલે કહ્યું- 'છેલ્લા દિવસ સુધી ખબર નહોતી કે હું...'

તેણે રવિચંદ્રન અશ્વિનને ખરીદવાની પણ સલાહ આપી છે. અશ્વિન ઓલરાઉન્ડર ખેલાડી છે અને તે અનેક વખત ધમાલ મચાવી ચૂક્યો છે. આરસીબીને ભુવનેશ્વર કુમારનું પણ સજેશન મળ્યું છે. ભુવી અનુભવી ફાસ્ટ બોલર છે. તે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઘાતક બોલિંગ કરી ચૂક્યો છે.

ચહલ અને અશ્વિનની વાત કરીએ તો તે રાજસ્થાન રોયલ્સના શ્રેષ્ઠ ખેલાડી છે અને અનેક વખત સારું પ્રદર્શન કરી ચૂક્યા છે.