Sports

Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ્સનું પ્રદર્શન યથાવત્ છે. મેન્સ ટેબલ ટેનિસમાં ભારતની પુરુષ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવી ક્લીન સ્વીપ કરી. હરમીત દેસાઈ, સાથિયાન જ્ઞાનશેખરન અને પાયસ જૈને શાનદાર પ્રદર્શન કર્યું. આ પહેલાં મહિલા ટીમે પણ પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે મેચ જીતીને પાકિસ્તાન સામે સંપૂર્ણ પ્રભુત્વ સાબિત કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ

Asian Games 2026 : એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત્ રહ્યું છે. મેન્સ ટેબલ ટેનિસ ઇવેન્ટમાં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 3-0થી હરાવીને ક્લીન સ્વીપ મેળવી છે. આ પહેલાં ભારતીય મહિલા ટીમે પણ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, ત્યારે પુરુષ ટીમે પણ એ જ સફળતાનું પુનરાવર્તન કરીને પાકિસ્તાન સામે સંપૂર્ણ પ્રભુત્વ સાબિત કર્યું છે.

ત્રણેય મેચોમાં ભારતની જીત, પાકિસ્તાનની શરમજનક હાર

ગ્રુપ-F હેઠળ રમાયેલા આ મુકાબલામાં 5 મેચ રમાવાની હતી, પરંતુ ભારતે શરૂઆતની ત્રણેય મેચો જીતીને બાજી પોતાના નામે કરી લીધી હતી. પ્રથમ મેચમાં ભારતના અનુભવી ખેલાડી હરમીત દેસાઈએ પાકિસ્તાનના મોહમ્મદ ખાન સામે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. હરમીતે ત્રણેય રાઉન્ડમાં 11-4, 11-3 અને 11-5થી જીત મેળવીને ભારતને 1-0ની સરસાઈ અપાવી દીધી હતી.

સાથિયાન જ્ઞાનશેખરને લીડ વધારીને 2-0 કરી

બીજા મુકાબલામાં જી. સાથિયાન જ્ઞાનશેખરને પાકિસ્તાનના અબ્બાસ ખાન સામે સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. સાથિયાને પાકિસ્તાની ખેલાડીને કોઈ તક આપ્યા વિના સીધા ગેમ્સમાં 11-1, 11-8 અને 11-9થી હરાવી દીધો હતો. આ વિજય સાથે ભારતે મુકાબલામાં 2-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી.

પાયસ જૈનનું દમદાર ફિનિશિંગ અને ક્લીન સ્વીપ

ત્રીજી મેચમાં ભારતના યુવા ખેલાડી પાયસ જૈને મોહમ્મદ ખાનને સીધા સેટમાં 11-4, 11-3 અને 11-5થી પરાજિત કર્યો હતો. પાયસે સમગ્ર મેચ દરમિયાન ઉત્તમ સંયમ દાખવીને ભારતની 3-0થી શાનદાર અને એકતરફી જીત પાકી કરી હતી. આ ત્રણેય મેચો ભારતીય ખેલાડીઓએ 3-0થી પોતાના નામે કરી હતી.

મેદાન પર જોવા મળી ઉત્કૃષ્ટ ખેલદિલી

હરીફાઈથી ભરેલા આ મુકાબલામાં બંને પક્ષો વચ્ચે શ્રેષ્ઠ ખેલદિલી પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ પાયસ જૈન અને પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ નેટ પાસે એકબીજા સાથે હસ્તધૂનન કર્યું હતું. આ અગાઉ ભારતીય મહિલા ટીમે પણ પોતાની જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઉષ્માભેર હાથ મેળવીને ખેલદિલીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.