Sports

ઈ'શાનદાર' બેટિંગ, ત્રણ ગુજરાતી બોલરોનો તરખાટ, પાકિસ્તાન સામે ભારતની જીતના 5 મોટા કારણો

By GS Team
15 Feb 20262 mins read
TukuTouch Logo
15 ફેબ્રુઆરી રવિવારે કોલંબો આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ભારત પાકિસ્તાનના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રને કારમી હાર આપી ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતે આપેલા 176 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાની ટીમ માત્ર 114 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની આ 9 મેચમાં 8મી જીત છે. વર્લ્ડ કપમાં ભારતની આ સતત 11મી જીત છે (ગત વર્લ્ડ કપની 8 અને ચાલુ વર્લ્ડકપની 3 જીત), આ મેચમાં ત્રણ ગુજરાતી ખેલાડી જસપ્રીત બૂમરાહ, હાર્દિક પંડયા અને અક્ષર પટેલે બોલિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈ'શાનદાર' બેટિંગ, ત્રણ ગુજરાતી બોલરોનો તરખાટ, પાકિસ્તાન સામે ભારતની જીતના 5 મોટા કારણો

IND vs PAK: 15 ફેબ્રુઆરી રવિવારે કોલંબો આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ભારત પાકિસ્તાનના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રને કારમી હાર આપી ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતે આપેલા 176 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાની ટીમ માત્ર 114 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની આ 9 મેચમાં 8મી જીત છે. વર્લ્ડ કપમાં ભારતની આ સતત 11મી જીત છે (ગત વર્લ્ડ કપની 8 અને ચાલુ વર્લ્ડકપની 3 જીત), આ મેચમાં ત્રણ ગુજરાતી ખેલાડી જસપ્રીત બૂમરાહ, હાર્દિક પંડયા અને અક્ષર પટેલે બોલિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.


ભારત પાકિસ્તાન મેચ સ્કોર કાર્ડ

-ભારત 175/7 (20 ઓવર)

-પાકિસ્તાન 114/10 (18 ઓવર)

1: ઈ'શાનદાર'  કિશન

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, અભિષેક શર્મા સસ્તામાં આઉટ થયો હતો. ઓપનર ઈશાન કિશને વિસ્ફોટક બેટિંગ કરી 40 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 77 રન ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતું, ઈશાન કિશને તિલક વર્મા સાથે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી.

2: ઓલરાઉન્ડર હાર્દિક

બેટિંગમાં નિષ્ફળ રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલિંગમાં કમાલ કરી હતી. તેણે પ્રથમ ઓવરમાં જ પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાનને શૂન્ય રને આઉટ કરી પાકિસ્તાનને દબાણમાં લાવી દીધું હતું. 

3. બુમરાહનો બોલિંગમાં તરખાટ

જસપ્રીત બુમરાહે પોતાની બીજી જ ઓવરમાં સેમ અય્યુબ અને કેપ્ટન સલમાન અલી આગાને આઉટ કરીને પેવેલિયન ભેગા કરી પાકિસ્તાન બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.

4. સ્પિનરોની જાળમાં ફસાયું પાકિસ્તાન

ભારતીય સ્પિનરોએ મેચ પર સંપૂર્ણ પકડ બનાવી રાખી હતી, અક્ષર પટેલે બાબર આઝમ અને ઉસ્માન ખાનની મહત્વની વિકેટ ઝડપી તો કુલદીપ યાદવ અને તિલક વર્મા અને વરુણ ચક્રવર્તીએ જોરદાર દેખાવ કરી પાકિસ્તાની બેટરોને બેટ ઉગામવા જ ન દીધું.

આ પણ વાંચો: IND vs PAK: છેલ્લી ઓવરમાં રન આઉટ થતા શિવમ દુબે રિંકુ સિંહ પર ગુસ્સે થયો, મેદાનમાં જ બંને વચ્ચે જામી!

5. પિચનો મિજાજ અને ટોસનું ગણિત

પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી, પાકિસ્તાની કેપ્ટને એવું વિચાર્યું હતું કે ભારતીય બેટરોને કાબૂમાં રાખી ઓછા રન પર રોકી લેશે. ભારત પાકિસ્તાનની મેચને જોતાં મોટો ટાર્ગેટ ન હતો. પરંતુ મેચ જેમ જેમ આગળ વધી તેમ પિચ ધીમી થતી ગઈ. મેદાન પર ઝાકળ ન હોવાને કારણે ભારતીય બોલરોને પિચ પર સારી એવી મદદ મળી હતી, જે પાકિસ્તાન બેટરો માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થયું.