Sports

IND vs PAK: છેલ્લી ઓવરમાં રન આઉટ થતા શિવમ દુબે રિંકુ સિંહ પર ગુસ્સે થયો, મેદાનમાં જ બંને વચ્ચે જામી!

By GS Team
15 Feb 20263 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો, પ્રથમ બેટિંગ કરતાં ભારત તરફથી ઈશાન કિશને 77 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ શિવમ દુબેએ પણ 27 રનની સારું યોગદાન આપ્યું હતું. મેચ દરમિયાન શિવમ દુબે સાથી ખેલાડી રીકું સિંહ પર બરાબરનો ગુસ્સે ભરાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs PAK: છેલ્લી ઓવરમાં રન આઉટ થતા શિવમ દુબે રિંકુ સિંહ પર ગુસ્સે થયો, મેદાનમાં જ બંને વચ્ચે જામી!

IND vs PAK: ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો, પ્રથમ બેટિંગ કરતાં ભારત તરફથી ઈશાન કિશને 77 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ શિવમ દુબેએ પણ 27 રનની સારું યોગદાન આપ્યું હતું. મેચ દરમિયાન શિવમ દુબે સાથી ખેલાડી રીકું સિંહ પર બરાબરનો ગુસ્સે ભરાયો હતો. 

રીકું સિંહે ખોટો કોલ આપ્યો!

શિવમ દુબેની ઓળખ શાંત પ્રકારના ખેલાડી તરીકે થાય છે. પણ રીકું સિંહના કોલ પર તે રન આઉટ થતાં ગુસ્સે ભરાયો હતો. ડાબોડી ખેલાડી 20મી ઓવરની પાંચમી બોલ પર એક રન દોડ્યો હતો જે બાદ બીજા રન પર રીન્કુ સિંહના ખોટા કોલના કારણે આઉટ થયો. પિચની અધ વચ્ચે આવ્યો ત્યારે રીકું સિંહે તેને પરત મોકલ્યો હતો જેથી તેને રીકું સિંહને પ્રશ્ન કર્યો હતો કે આવું કેમ કર્યું? જણાવી દઈએ કે નામીબિયા સામે પણ શિવમ દુબે રન આઉટ થયો હતો તે વખતે પણ નોન સ્ટ્રાઈક પર રીકું સિંહ હતો.

17 બોલમાં 27 રન બનાવ્યા

જણાવી દઈએ કે ભારતની ઉપરા છાપરી વિકેટો જતાં શિવમ દુબેને આવીને સારી રીતે પારી સંભાળી હતી. તેને 17 બોલમાં 27 રન બનાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો પણ સામેલ છે. કોલંબોની પીચ પર ઝડપથી રન બનાવવા ખૂબ જ મુશ્કેલ છે તેમ છતાં પણ સૂઝબૂઝથી શિવમ દુબેએ બેટિંગ કરી હતી. જે બાદ રન આઉટ થતાં તે ગુસ્સે ભરાયો હતો. 

ઈશાન કિશને બનાવેલા 5 મોટા રેકોર્ડ્સ

યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો

ભારત-પાકિસ્તાન ટી20 મેચમાં ઈશાન કિશન હવે ત્રીજો સૌથી ઝડપી અર્ધશતક (27 બોલ) ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યુવરાજ સિંહના(29 બોલ)ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

શુભમન ગિલનો પાવરપ્લે રેકોર્ડ ધ્વસ્ત

પાકિસ્તાન સામે ટી20માં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ઈશાનના નામે છે. તેણે પાવરપ્લેમાં 42 રન બનાવ્યા, જે પહેલા શુભમન ગિલ (35 રન)ના નામે હતો.

ગૌતમ ગંભીરને પછાડ્યો

પાકિસ્તાન સામે ટી20માં સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે ઈશાન કિશને ગૌતમ ગંભીર (75 રન)ને પાછળ છોડી દીધો છે. ઈશાન 77 રન સાથે હવે ચોથા ક્રમે છે.

ઓપનર તરીકે સર્વશ્રેષ્ઠ સ્કોર

ભારત તરફથી પાકિસ્તાન સામે ઓપનિંગ કરતા સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ હવે ઈશાન કિશનના નામે નોંધાયો છે. આ પહેલા ગંભીરે ઓપનર તરીકે 75 રન બનાવ્યા હતા.

બીજી સૌથી ઝડપી ફિફ્ટી

પાકિસ્તાન સામે ભારત તરફથી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાના મામલે ઈશાન કિશન હવે બીજા નંબરે છે. આ યાદીમાં અભિષેક શર્મા (24 બોલ) પ્રથમ ક્રમે છે.

આ પણ વાંચો: ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને 'રાજકુમારી'ની જેમ સાસરે વળાવી

ભારતની પ્લેઈંગ 11

અભિષેક શર્મા, ઈશાન કિશન(વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ. જણાવી દઈએ કે, આજની મેચમાંથી અર્શદીપ સિંહને બહાર કરાયો છે, તેની જગ્યાએ કુલદીપ યાદવને મોકો અપાયો છે. બીજી તરફ અભિષેક શર્માની વાપસી થઈ ચૂકી છે. અભિષેક ગત મેચમાં બીમાર હતો જેને લઈને રમતો ન હતો, પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે.

પાકિસ્તાનની પ્લેઈંગ 11

સૈમ અયૂબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા(કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન(વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફરીદી, ઉસ્માન તારિક અને અબરાર અહમદ.