Sports

IND vs WI : કિંગ કોહલીનો મહારેકોર્ડ, વનડેમાં 15000 રન પૂરા કરી રચ્યો ઈતિહાસ

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
વેસ્ટ ઇન્ડિઝ સામેની 1st ODI મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. તેણે વન-ડે કરિયરમાં 15,000 રન પૂરા કરી, સચિન તેંડુલકર પછી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો. કોહલીએ 314થી વધુ મેચોમાં આ માઇલસ્ટોન હાંસલ કરી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સર્વોચ્ચતા ફરી સાબિત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs WI : કિંગ કોહલીનો મહારેકોર્ડ, વનડેમાં 15000 રન પૂરા કરી રચ્યો ઈતિહાસ

India Vs West Indies 1st ODI, Virat Kohli Century : ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વધુ એક વિશાળ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી મેચ દરમિયાન કોહલીએ પોતાના વન-ડે કરિયરના 15,000 રન પૂરા કરીને ઘણા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ માઇલસ્ટોન હાંસલ કરવાની સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સર્વોચ્ચતા ફરી સાબિત કરી દીધી છે.

કોહલી સચિન બાદ બન્યો વિશ્વનો બીજો બેટર

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં 15,000 રનનો જાદુઈ આંકડો પાર કરનાર વિરાટ કોહલી વિશ્વનો માત્ર બીજો ખેલાડી બની ગયો છે. તેની પહેલાં આ મહાન રેકોર્ડ ફક્ત ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે નોંધાયેલો હતો.

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના બેટ્સમેન

  • સચિન તેંડુલકર 463 મેચોમાં 18,426 રન સાથે પ્રથમ ક્રમે છે.
  • વિરાટ કોહલી 314 થી વધુ મેચોમાં 15,000 થી વધુ રન બનાવીને બીજા ક્રમે સ્થાન પામ્યો છે.
  • આ યાદીમાં શ્રીલંકાના કુમાર સંગાકારા 14,234 રન નોંધાવેલ છે.
  • ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 13,704 રન સાથે ચોથા નંબરે છે.
  • શ્રીલંકાના સનથ જયસૂર્યા 13,430 રન સાથે પાંચમા સ્થાને છે.