IND vs SL: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, બુમરાહ બાદ વધુ એક ખેલાડી ઇજાના કારણે શ્રીલંકા શ્રેણીમાંથી બહાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sai Sudharsan out From Srilanka series : શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. યુવા ડાબોડી બેટ્સમેન સાઇ સુદર્શન પગના અંગૂઠાની ઇજાના કારણે આખી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ બાદ હવે સુદર્શનના બહાર થવાથી ભારતીય ટીમ સોશિયલ મીડિયા અને ક્રિકેટ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની છે. સુદર્શન હાલમાં બેંગલુરુ સ્થિત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માં રિહેબ કરી રહ્યો હતો, પરંતુ તે સમયસર ફિટ ના થઇ શક્યો. વોર્મ અપ મેચમાં ગિલ પણ પહેલી ઈનિંગમાં ન રમી શક્યો હોવાથી ટીમ ઈન્ડિયા માટે આ ત્રીજો ઝટકો મનાઈ રહ્યો છે.
સાઇ સુદર્શનનો શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ ફિટનેસ ક્લિયરન્સને આધીન કરવામાં આવ્યો હતો. તેણે રિહેબ દરમિયાન નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી, જેનાથી તેઓ સમયસર ફિટ થઈ જશે તેવી આશા હતી. જોકે, અંતિમ ફિટનેસ ટેસ્ટમાં તેઓ શ્રેણી રમવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ ન જણાતાં તેમને બંને ટેસ્ટ મેચમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો છે. ડાબોડી બેટ્સમેન તરીકે તેમની ગેરહાજરીથી ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર અને બેટિંગ કોમ્બિનેશન પર ચોક્કસપણે અસર પડશે.
સુદર્શનના બહાર થવાથી હવે ટીમમાં રહેલા દેવદત્ત પડિક્કલને પ્લેઇંગ-11 માં તક મળવાની સંભાવના વધી ગઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 નો મહત્વનો ભાગ છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 15 થી 19 ઓગસ્ટ દરમિયાન ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 થી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબો ખાતે યોજાશે.









