Sports

વડોદરા વન ડે: મેદાનમાં ઉતરતા જ કોહલીના નામે નોંધાયો રેકોર્ડ, સૌરવ ગાંગુલી હવે પાછળ

By GS TEAM
11 Jan 20262 mins read
TukuTouch Logo
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રન, સદી, રેકોર્ડ્સની ભરમાર કરી ચૂક્યો છે. કોહલીએ આજે 11 જાન્યુઆરી 2026ના રોજ વડોદરામાં રમાયેલી વનડે મેચના મેદાન પર ઉતરતાની સાથે એક નવો કીર્તિમાન રચ્યો છે. કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ 5 લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા વન ડે: મેદાનમાં ઉતરતા જ કોહલીના નામે નોંધાયો રેકોર્ડ, સૌરવ ગાંગુલી હવે પાછળ

Virat Kohli Record: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રન, સદી, રેકોર્ડ્સની ભરમાર કરી ચૂક્યો છે. કોહલીએ આજે 11 જાન્યુઆરી 2026ના રોજ વડોદરામાં રમાયેલી વનડે મેચના મેદાન પર ઉતરતાની સાથે એક નવો કીર્તિમાન રચ્યો છે. કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ 5 લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. 

વિરાટના નામે 309 વન ડે ઇન્ટરનેશનલ મેચ

વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધી 309 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે, આ સાથે તે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી આગળ નીકળ્યો છે. જેમને ભારતીય ટીમ માટે 308 વન ડે મેચ રમી હતી, કોહલીની ઉપર આ લિસ્ટમાં રાહુલ દ્રવિડ, ધોની, સચિનનું પણ નામ છે પણ તેડુંલકરનો રેકોર્ડ તોડવો કોહલી માટે ખૂબ જ કઠિન સાબિત થશે.


કારણ કે ભારત માટે સૌથી વધુ વન ડે ઇન્ટરનેશનલ મેચ માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરે રમી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. સચિનનું 24 વર્ષ લાંબુ કરિયર રહ્યું હતું જે ક્રિકેટ ઈતિહાસમાં સ્વર્ણિમ અધ્યાયની રૂપે યાદ રાખવામાં આવે છે. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની, બાદમાં રાહુલ દ્રવિડ અને મોહમ્મદ અઝહરુદ્દીન પણ આ લિસ્ટમાં મોખરે છે. 

ભારત માટે સૌથી વધુ ODI મેચ

-463 - સચિન તેડુંલકર

-347- મહેન્દ્રસિંહ ધોની

-340- રાહુલ દ્રવિડ

-334- મોહમ્મદ અઝહરુદ્દીન

-309- વિરાટ કોહલી

-308- સૌરવ ગાંગુલી

2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

37 વર્ષના વિરાટ કોહલીનું કરિયર ન માત્ર રન અને સદીથી ચમકેલું છે પણ લાંબી સ્થિરતા, ધૈર્ય, ફિટનેસ તેમજ ખેલ પ્રત્યેના સમર્પણને પણ ઉજાગર કરે છે. જેથી જ તેઓ આજે પણ વિશ્વના સૌથી વિસ્ફોટક બેટરમાં નામના ધરાવે છે. કોહલીએ ઓગસ્ટ 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 

આ પણ વાંચો: ‘19-20 નો પણ ફરક નથી’: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલી તેના 'મિની વર્ઝન' ને મળ્યો, ફોટો વાઈરલ

14557 રન, 53 સદી અને 76 અડધી સદી

આટલા વર્ષો બાદ પણ ટીમ ઈન્ડિયામાં હાલ તે વન ડે ફોર્મેટમાં રમી રહ્યો છે જેમાં સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંથી એક ગણાય છે. જ્યારે પણ ટીમને જરૂર હોય ત્યારે કોહલીની વિરાટ ઈનિંગ જોવા મળે છે. વન ડે ઈન્ટરનેશનલમાં કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, 14557 રન બનાવ્યા છે જેમાં 53 સદી અને 76 અડધી સદી સામેલ છે. હજુ પણ તે અનેક રેકોર્ડ બનાવી શકે છે. ચાહકો કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરે તેવી આશા રાખી રહ્યા છે.