Get The App

‘19-20 નો પણ ફરક નથી’: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલી તેના 'મિની વર્ઝન' ને મળ્યો, ફોટો વાઈરલ

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
‘19-20 નો પણ ફરક નથી’: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલી તેના 'મિની વર્ઝન' ને મળ્યો, ફોટો વાઈરલ 1 - image


Virat Kohli Meets His Mini Version: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી એક એવા નાના પ્રશંસકને મળ્યો જે હૂબહૂ વિરાટના બાળપણ જેવો જ દેખાય છે. વડોદરામાં ટ્રેનિંગ બ્રેક દરમિયાન જ્યારે કોહલી ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો, ત્યારે તેની નજર આ બાળક પર પડી હતી. આ બાળકનો ચહેરો કોહલીના બાળપણના ફોટાઓ સાથે એટલો મળતો આવે છે કે ખુદ વિરાટ પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

સોશિયલ મીડિયા પર 'Mini VK'ની ધૂમ

નેટીઝન્સે આ બાળકને "Mini VK" નામ આપ્યું છે. સોશિયલ મીડિયા પર આ મુલાકાતના વીડિયો અને ફોટા વાઈરલ થતા જ યુઝર્સે રમુજી અને આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ આપી હતી. યુઝરની કમેન્ટમાં લખ્યું,'આમાં તો 19-20નો પણ ફરક નથી.' 37 વર્ષીય વિરાટ કોહલી પણ આ બાળકને જોઈને હસવાનું રોકી શક્યો નહોતો અને તેની સાથે પ્રેમથી વાતચીત કરી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પર નજર

વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેની છેલ્લી ચાર વન-ડે ઇનિંગ્સમાં તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની સીરિઝની પ્રથમ મેચ 11મી જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જ્યારે સીરિઝની બીજી મેચ 14મી જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 18મી જાન્યુઆરીએ ઈન્દોરમાં યોજાશે.


આ પણ વાંચો: IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝથી બહાર થયો રિષભ પંત, પ્રેક્ટિસ દરમિયાન થયો હતો ઈજાગ્રસ્ત

T20 વર્લ્ડ કપ પહેલા મહત્ત્વની સીરિઝ

આ સીરિઝ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને માટે ખૂબ મહત્ત્વની છે, કારણ કે આગામી T20 વર્લ્ડ કપ અને IPL પહેલા આ જોડી ફરી એકવાર વન-ડે ફોર્મેટમાં સાથે જોવા મળશે. વડોદરાના સ્ટેડિયમમાં કોહલીના બેટમાંથી રનનો વરસાદ જોવા માટે ચાહકો આતુર છે.