Sports
IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની શરમજનક હાર બાદ આ 5 ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે? 1 તો ઝીરો પર આઉટ!
By GS Team
21 Jul 20262 mins read
ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમની કારમી હાર બાદ 5 ખેલાડીઓની હકાલપટ્ટી નિશ્ચિત મનાઈ રહી છે. ગુરનૂર બ્રારે લૉર્ડ્સમાં 97 રન આપી શરમજનક રેકોર્ડ બનાવ્યો. વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, શિવમ દુબે અને પ્રિન્સ યાદવ પણ નિરાશાજનક પ્રદર્શન કરતા ચીફ સિલેક્ટર આગામી શ્રેણીમાં 5 નવા ખેલાડીઓને તક આપી શકે છે.
Summarized by AI; it may make mistakes. Check important info
ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમની કારમી હાર બાદ 5 ખેલાડીઓની હકાલપટ્ટી નિશ્ચિત મનાઈ રહી છે. ગુરનૂર બ્રારે લૉર્ડ્સમાં 97 રન આપી શરમજનક રેકોર્ડ બનાવ્યો. વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, શિવમ દુબે અને પ્રિન્સ યાદવ પણ નિરાશાજનક પ્રદર્શન કરતા ચીફ સિલેક્ટર આગામી શ્રેણીમાં 5 નવા ખેલાડીઓને તક આપી શકે છે.
Summarized by AI; it may make mistakes. Check important info

India vs England ODI Series Loss 2026 : ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ શરમનાક હાર બાદ હવે ટીમમાં ફેરબદલની કવાયત શરૂ થઈ ગઈ છે. સમગ્ર સિરીઝ દરમિયાન કેટલાક ખેલાડીઓને પોતાની જાતને સાબિત કરવાની પૂરતી તક મળી હતી, પરંતુ તેઓ આશાઓ પર ખરા ઉતરી શક્યા નથી. આવી સ્થિતિમાં માની લેવામાં આવી રહ્યું છે કે આગામી વનડે શ્રેણી માટે ચીફ સિલેક્ટર અને પસંદગી સમિતિ ટીમમાંથી 5 નવા ખેલાડીઓને સ્થાન આપી શકે છે. જુના પાંચ ખેલાડીઓની હકાલપટ્ટી કરી શકે છે.
- ગુરનૂર બ્રાર: લૉર્ડ્સમાં નોંધાવ્યો શરમજનક રેકોર્ડ
- ગુરનૂર બ્રાર માટે આ સિરીઝ ઉતાર-ચઢાવવાળી રહી. તેણે 3 મેચમાં 4 વિકેટ લીધી અને 26 રન પણ બનાવ્યા, પરંતુ લૉર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક મેચમાં તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. તેણે પોતાના 10 ઓવરના સ્પેલમાં એક પણ વિકેટ લીધા વગર 97 રન આપી દીધા હતા. લૉર્ડ્સના મેદાન પર કોઈ પણ ભારતીય બોલર દ્વારા ફેંકાયેલો આ સૌથી મોંઘો સ્પેલ બની ગયો છે.
- વૉશિંગ્ટન સુંદર: ખરાબ ફોર્મ અને ફિટનેસની સમસ્યા
- વૉશિંગ્ટન સુંદર આ વનડે સિરીઝમાં ન તો બેટથી કોઈ કમાલ કરી શક્યો કે ન તો બોલિંગમાં કોઈ ખાસ યોગદાન આપી શક્યો. આ ઉપરાંત સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ જવું તેના માટે મોટો ઝટકો સાબિત થયો છે. સતત ફિટનેસની સમસ્યાઓ અને ખરાબ ફોર્મને જોતાં વનડે ટીમમાં તેના સ્થાન પર મોટા સવાલો ઊભા થયા છે.
- ઈશાન કિશન: તક મળવા છતાં ફ્લોપ
- કે.એલ. રાહુલના બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયેલા ઈશાન કિશનને 2 મેચ રમવાની તક મળી હતી, પરંતુ તે એનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. બંને મેચો મળીને તેના બેટમાંથી માત્ર 15 રન જ નીકળ્યા હતા. આ જ કારણ છે કે આગામી સિરીઝ માટે તેનું સ્થાન પણ જોખમમાં મુકાયું છે.
- શિવમ દુબે: શૂન્ય પર આઉટ થતાં ઉપયોગિતા પર સવાલ
- ઓલરાઉન્ડર શિવમ દુબેને શરૂઆતની 2 મેચમાં મોકો આપવામાં આવ્યો હતો. બોલિંગમાં તેણે 12 ઓવરમાં 2 વિકેટ ચોક્કસ લીધી હતી, પરંતુ બેટિંગમાં તે સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. આખી સિરીઝમાં તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો (0 રન). આથી ઓલરાઉન્ડર તરીકે તેની ટીમમાં જરૂરિયાત સામે સવાલો ઊભા થયા છે.
- પ્રિન્સ યાદવ: ડેબ્યૂમાં બોલરોની ધુલાઈ
- હર્ષિત રાણાના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરાયેલા પ્રિન્સ યાદવ પણ કોઈ છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને 1 મેચ રમવાની તક મળી, જેમાં તેમણે 10 ઓવરમાં 79 રન આપી દીધા અને કોઈ વિશેષ પ્રભાવ પાડી શક્યો નહીં. પરિણામે, આગામી વનડે ટીમમાં તેમની વાપસી મુશ્કેલ માનવામાં આવી રહી છે.









