Sports

ટી20 બાદ હવે U19 વર્લ્ડકપમાં બાંગ્લાદેશનો હાઈવૉલ્ટેજ ડ્રામા! ICC પર લગાવ્યો ભેદભાવનો આરોપ

By GS TEAM
28 Jan 20263 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડ કપ 2026 મુદ્દે ICC સાથેના વિવાદ બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ફરી એકવાર ICC સામે મોરચો ખોલ્યો છે. આ વખતે મામલો અંડર-19 વર્લ્ડ કપનો છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, BCBએ ICC પર અયોગ્ય અને પક્ષપાતપૂર્ણ 'શેડ્યૂલિંગ'નો આક્ષેપ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટી20 બાદ હવે U19 વર્લ્ડકપમાં બાંગ્લાદેશનો હાઈવૉલ્ટેજ ડ્રામા! ICC પર લગાવ્યો ભેદભાવનો આરોપ

U-19 World Cup Controversy : ટી20 વર્લ્ડ કપ 2026 મુદ્દે ICC સાથેના વિવાદ બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ફરી એકવાર ICC સામે મોરચો ખોલ્યો છે. આ વખતે મામલો અંડર-19 વર્લ્ડ કપનો છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, BCBએ ICC પર અયોગ્ય અને પક્ષપાતપૂર્ણ 'શેડ્યૂલિંગ'નો આક્ષેપ કર્યો છે.

બોર્ડે ફરી એકવાર મોરચો માંડ્યો

ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા થયેલા વિવાદો બાદ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અંડર-19 વર્લ્ડ કપના મામલે પણ આક્રમક મૂડમાં છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશની અંડર-19 ટીમ પહેલેથી જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચૂકી છે, છતાં BCBએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર કાર્યક્રમમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે.

હબીબુલ બશરે લગાવ્યા ગંભીર આક્ષેપ

હબીબુલ બશરનો ICC પર આક્ષેપ BCBના ગેમ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર હબીબુલ બશરે જણાવ્યું કે, ટીમની હાર પાછળ માત્ર નબળું પ્રદર્શન જ નહીં, પરંતુ ખેલાડીઓ પર લાદવામાં આવેલું મુસાફરીનું દબાણ પણ જવાબદાર છે. તેમણે સ્વીકાર્યું કે ઇંગ્લેન્ડ અને ભારત વિરુદ્ધની મેચોમાં વ્યૂહાત્મક ભૂલો થઈ હતી, પરંતુ સાથે જ મુસાફરીના કાર્યક્રમને અયોગ્ય ગણાવ્યો હતો. હબીબુલ બશરે 'ડેલી સ્ટાર' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "લોકો આને બહાનું ગણાવી શકે છે, પરંતુ મુસાફરીનો કાર્યક્રમ એવો હતો કે ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હતા."

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે '8 લેન' બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

સતત બદલાયા કાર્યક્રમ

વારંવાર બદલાતા કાર્યક્રમો બાંગ્લાદેશની અંડર-19 ટીમે શરૂઆતમાં મસવિંગોમાં બે વોર્મ-અપ મેચ રમવાની હતી અને ત્યારબાદ મુખ્ય મેચ માટે હરારે જવાનું હતું. જોકે, ટૂર્નામેન્ટ પહેલા ICCએ કાર્યક્રમ બદલી નાખ્યો. પરિણામે ટીમે બે અલગ-અલગ શહેરોમાં અભ્યાસ મેચ રમવી પડી, જેની વચ્ચે ૪ કલાકનું અંતર હતું. બશરે કહ્યું કે, ભારત વિરુદ્ધની મેચ પહેલા ખેલાડીઓનો થાક ઓછો કરવા BCBએ પોતાના ખર્ચે ફ્લાઇટની વ્યવસ્થા કરવી પડી હતી, કારણ કે બસની મુસાફરી અત્યંત લાંબી અને થકાવનારી હતી.

ટીમ માનસિક રીતે થાકી ગઇ

9 કલાકની બસ મુસાફરી અને માનસિક થાક બાંગ્લાદેશના હેડ કોચ નવીદ નવાઝ અને અનેક ખેલાડીઓએ પણ મુસાફરીની વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રુપ મેચોની બરાબર પહેલા ટીમે હરારેથી બુલવાયો સુધી ચોમાસાના માહોલમાં આશરે 9 કલાક મુસાફરી કરવી પડી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મહત્વની મેચો માટે પણ BCBએ પોતાના ખર્ચે ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં, અમેરિકા વિરુદ્ધની મેચ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સુપર-સિક્સ મેચ માટે ટીમે ફરી લાંબી મુસાફરી ખેડવી પડી હતી.

શું મોટા દેશોને ફાયદો કરાવાયો? 

હબીબુલ બશરનો આરોપ છે કે ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોને તુલનાત્મક રીતે ઓછી મુસાફરી કરવી પડી હતી, કારણ કે તેમનો કાર્યક્રમ તે રીતે સેટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, બાંગ્લાદેશની ટીમે સતત શહેરો બદલવા પડ્યા. બશરે ઉમેર્યું કે, "અમે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ICCને આ મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું, પરંતુ અમારી માંગ સાંભળવામાં આવી નહીં."