For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ICC દ્વારા 2022ની બેસ્ટ T20 ટીમ જાહેર, એક ગુજરાતી સહિત 3 ઈન્ડિયન પ્લેયરને સ્થાન

ભારતના વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને મળ્યું સ્થાન

ઈંગ્લેન્ડના જોસ બટલરને આ ટીમનો સુકાની જાહેર કરાયો

Updated: Jan 23rd, 2023

Article Content Image
image : Twitter (ICC) 

નવી દિલ્હી, તા, 23 જાન્યુઆરી, 2023, સોમવાર

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2022ની બેસ્ટ પુરુષ ટી-20 ઈન્ટરનેશનલ ટીમની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં ભારતના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડના જોસ બટલરને આ ટીમનો સુકાની જાહેર કરાયો છે. 

ઝિમ્બાબ્વે અને આયરલેન્ડના 1-1 ખેલાડીને સ્થાન અપાયું

આઈસીસીની 2022ની બેસ્ટ ટીમમાં ભારતીય ટીમ તરફથી 3, પાકિસ્તાનના 2, ઈંગ્લેન્ડના 2,  શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાબ્વે અને આયરલેન્ડના 1-1 ખેલાડીને સ્થાન અપાયું છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટની ટોપની સંસ્થા આખા વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરે છે. 

રઝા સ્પિન ઓલરાઉન્ડર છે તો લિટલ લેફ્ટ હેન્ડ ઝડપી બોલર

રસપ્રદ વાત એ છે કે 2022ની ટી-20 ઈન્ટરનેશનલ ટીમમાં આયરલેન્ડ અને ઝિમ્બાબ્વેના 1-1 ખેલાડીની પસંદગી કરાઈ છે. આમ તો બંનેએ આ ફોર્મેટમાં ગત વર્ષે જબરદસ્ત દેખાવ કર્યો હતો અને તેના કારણે જ ખેલાડીઓને આઈપીએલની હરાજીમાં ખરીદવામાં આવ્યા હતા. આ બંને ખેલાડીના નામ છે સિકંદર રઝા અને જોશ લિટલ. રઝા સ્પિન ઓલરાઉન્ડર છે તો લિટલ લેફ્ટ હેન્ડ ઝડપી બોલર છે. 

જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન...

2022ની બેસ્ટ ટી-20 ટીમમાં જોસ બટલર(સુકાની અને વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમ કરેન, વાનિંદુ હસરંગા, હારિસ રઉફ અને જોશ લિટલ સામેલ છે.

Gujarat