World

IMFનો પાકિસ્તાન ઉપર સકંજો : કહ્યું 7 અબજ ડોલર જોઈએ તો 174 ફેરફારો સંસદમાં પસાર કરાવો

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના નાણામંત્રી ઇમદાદુલ્લાહ બોસલે નેશનલ એસેમ્બલીને જણાવ્યું કે, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને IMF પાસેથી 7 અબજ ડોલરની લોન માટે 174 સુધારા પસાર કરવા પડશે. ઇસ્લામાબાદમાં થયેલી આ ચર્ચામાં વીજળી કંપનીઓ અને સબસિડી બંધ કરવા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો હતો. આ શરતો સ્વીકારવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IMFનો પાકિસ્તાન ઉપર સકંજો : કહ્યું 7 અબજ ડોલર જોઈએ તો 174 ફેરફારો સંસદમાં પસાર કરાવો
  • પાકિસ્તાનના વિત્તમંત્રી ઇમદાદુલ્લાહ બોસલે નેશનલ એસેમ્બલીની વિત્ત અને રાજસ સમિતિને જણાવ્યું કે, આ સુધારા પસાર કરવા પડે તેમ છે

ઇસ્લામાબાદ : આર્થિક કટોકટી ભોગવતા પાકિસ્તાને આઇએમએફ પાસે ૭ અબજ ડોલરની લોન માંગતા તેણે જણાવ્યું કે, અમે સૂચવેલા આ ૧૭૪ સુધારા સમવાયતંત્રી સંસદમાં પસાર કરાવીદેશો તો જ તે રકમ મળી શકશે.
આઈએમએફની ચોથી સમીક્ષા બેઠક દરમિયાન પાકિસ્તાનના આર્થિક સુધારાની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં મુખ્યત: ખર્ચ પ્રણાલીમાં ફેરફાર કરવાની ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ખોટમાં ચાલતી પાકિસ્તાનની વીજળી કંપનીઓનાં ભવિષ્ય વિષે પણ વિચારવામાં આવ્યું હતું.
પાકિસ્તાને ખાંડ અંગેની નીતિમાં ઉદારીકરણ કરવાનો ડ્રાફટ તૈયાર કર્યો છે, જેને ૩ પ્રાંતોએ સ્વીકાર્યો છે. જ્યારે એક પ્રાંતે સ્વીકાર્યો નથી.
પાકિસ્તાને સોવરેન વેલ્થ ફંડ કાનુનમાં પણ ફેરફાર કરવો જ પડશે. તે ઉપરાંત અનેક બાબતોમાં અપાતી સબસીડી ઉપર પણ રોક મુકવા આઈએમએફે જણાવ્યું છે. આ ફંડમાં ઓજીડીસીએલ અને પાકિસ્તાન સ્ટેટ ઓઇલ સહિત પાંચ મોટી સરકારી કંપનીઓ તેમાં સામેલ છે. આઈએમએફ ઇચ્છે છે કે આ કંપનીઓ માટેના ગવર્નેસ અને ફાયનાશ્યલ રિપોર્ટિંગના નિયમો અન્ય સરકારી કંપનીઓ પર લાગુ કરાયેલા નિયમો પ્રમાણેના જ હોવા જોઈએ.
આ ઉપરાંત રેમિટન્સ (પૈસા પાછા આપવા) અંગે ચર્ચા થઈ હતી. રેમિટન્સ યોગ્ય રીતે થાય અને યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમયે પણ થવું જરૂરી છે. તે માટે પાકિસ્તાને સબસીડી બંધ કરવી જ પડશે. તે પણ આઇએમએફે એક મહત્વની શરત મુકી છે.
પાકિસ્તાન માટે આ ફસામણ છે. જો તેમ કરશે, જે કરવું જ પડે તેમ છે. તો ચીજવસ્તુઓ વિશેષત: પેટ્રોલ-ડીઝલના ભાવ હાથ બહાર જાય તેમ છે. તેથી જનતામાં વિરોધ વંટોળ જાગે તેમ છે. તો બીજી તરફ લોન લેવી પણ અનિવાર્ય છે.