Sports

ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ અપાયા

By GS Team
12 Jun 20263 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026નો પ્રારંભ અપેક્ષા કરતાં પણ વધુ ધમાકેદાર અને હાઈ-વોલ્ટેજ ડ્રામા સાથે થયો છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ સહ-યજમાન મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં મેક્સિકોએ 2-0થી શાનદાર જીત મેળવી પ્રવાસની શરૂઆત કરી છે. જોકે, ફૂટબોલ ચાહકો માટે આ મેચનું સૌથી મોટું આકર્ષણ ગોલ નહીં, પરંતુ મેદાન પર રેફરી દ્વારા બતાવવામાં આવેલા 'રેડ કાર્ડ' રહ્યા હતા. ફૂટબોલના મહાકુંભના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યાં ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ જોવા મળ્યા હોય! મેચમાં માત્ર 2 ગોલ થયા, જ્યારે રેફરીએ ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે 3 રેડ કાર્ડ ફટકાર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ અપાયા

FIFA Red Card Record: ફિફા વર્લ્ડ કપ 2026નો પ્રારંભ અપેક્ષા કરતાં પણ વધુ ધમાકેદાર અને હાઈ-વોલ્ટેજ ડ્રામા સાથે થયો છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ સહ-યજમાન મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં મેક્સિકોએ 2-0થી શાનદાર જીત મેળવી પ્રવાસની શરૂઆત કરી છે. જોકે, ફૂટબોલ ચાહકો માટે આ મેચનું સૌથી મોટું આકર્ષણ ગોલ નહીં, પરંતુ મેદાન પર રેફરી દ્વારા બતાવવામાં આવેલા 'રેડ કાર્ડ' રહ્યા હતા. ફૂટબોલના મહાકુંભના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યાં ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ જોવા મળ્યા હોય! મેચમાં માત્ર 2 ગોલ થયા, જ્યારે રેફરીએ ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે 3 રેડ કાર્ડ ફટકાર્યા હતા.

રેડ કાર્ડ કેમ માનવામાં આવે છે આટલું ગંભીર?

ફૂટબોલની રમતમા રેડ કાર્ડ મળવું એ ખૂબ જ ગંભીર બાબત ગણાય છે. રેફરી જ્યારે કોઈ ખેલાડીને રેડ કાર્ડ બતાવે છે, ત્યારે તેને તરત જ મેદાન છોડીને બહાર જવું પડે છે. એટલું જ નહીં, તે ખેલાડીની જગ્યાએ ટીમ અન્ય કોઈ સબ્સ્ટિટ્યૂટ ખેલાડીને મેદાન પર ઉતારી શકતી નથી, જેના કારણે ટીમે બાકીની મેચ 10 ખેલાડીઓ સાથે જ રમવી પડે છે. સામાન્ય રીતે ગંભીર ફાઉલ, મેદાન પર હિંસક કે અણછાજતું વર્તન અથવા નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ આ કડક સજા આપવામાં આવે છે.

ઇતિહાસમાં પહેલીવાર: ઓપનિંગ મેચમાં જ 3 રેડ કાર્ડ

મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના આ મુકાબલામાં મેદાન પર ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર, રેફરી સાથે દલીલો અને ભારે શારીરિક અથડામણ જોવા મળી હતી. ખેલદિલીના નિયમો નેવે મૂકાતા રેફરીએ કડક વલણ અપનાવ્યું અને કુલ ત્રણ વખત રેડ કાર્ડનો ઉપયોગ કર્યો. એક રિપોર્ટ અનુસાર, વર્લ્ડ કપની કોઈ એક ઓપનિંગ મેચમાં ત્રણ રેડ કાર્ડ આપવાનો આ સર્વોચ્ચ અને પ્રથમ ઐતિહાસિક આંકડો છે.

આ 3 રેડ કાર્ડની વિગત નીચે મુજબ છે:

દક્ષિણ આફ્રિકા: 2 ખેલાડીઓને મેદાનની બહાર મોકલાયા.

મેક્સિકો: 1 ખેલાડીને રેડ કાર્ડ મળ્યું.

કયા ખેલાડીઓ બન્યા શિસ્તભંગનો ભોગ?

મેક્સિકો સિટીના ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત એઝટેકા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ત્રણેય ખેલાડીઓને રેફરીએ સીધા રેડ કાર્ડ આપ્યા હતા. એટલે કે, કોઈ ખેલાડી બે યેલો કાર્ડ મળ્યા બાદ બહાર નહોતો ગયો, પરંતુ તેમની ભૂલ એટલી ગંભીર હતી કે સીધું જ રેડ કાર્ડ આપી મેદાનની બહારનો રસ્તો બતાવી દેવાયો હતો.

સ્ફેફેલો સિથોલે (દક્ષિણ આફ્રિકા): બીજા હાફની શરૂઆતમાં બ્રાયન ગુટિયરેઝને ડી-બોક્સની બરાબર બહાર જોખમી ફાઉલ કરવા બદલ કાર્ડ મળ્યું.

થેમ્બા જવાને (દક્ષિણ આફ્રિકા): મેચની 84મી મિનિટે મેક્સિકોના ખેલાડી રોબર્ટો અલ્વારાડોના ચહેરા પર ઈજા પહોંચાડવા બદલ VAR (વીડિયો આસિસ્ટન્ટ રેફરી)ની સમીક્ષા બાદ બહાર કરાયો.

સીઝર મોન્ટેસ (મેક્સિકો): મેચના અંતિમ સમયમાં એટલે કે સ્ટોપેજ ટાઈમમાં દક્ષિણ આફ્રિકાના ખુલિસો મુદાઉને ખરાબ રીતે ફાઉલ કરવા બદલ રેડ કાર્ડ અપાયું.

80 હજારથી વધુ દર્શકોની હાજરીમાં મેક્સિકોની જીત

આ હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે મેક્સિકોએ પોતાની હોમ કન્ડિશનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. સ્ટેડિયમમાં હાજર 80,824થી વધુ સ્થાનિક સમર્થકોના ચિયર-અપ વચ્ચે મેક્સિકોએ દક્ષિણ આફ્રિકાને 2-0થી પરાજય આપ્યો હતો.

ગોલ કરનાર ખેલાડીઓ:

1. જુલિયન ક્વિનોન્સ – મેચની 9મી મિનિટે પ્રથમ ગોલ કર્યો.

2. રાઉલ જિમેનેઝ – મેચની 67મી મિનિટે બીજો ગોલ કરીને જીત પાકી કરી.

આ પણ વાંચો : ફિફા વર્લ્ડ કપ 2026: આખી ટુર્નામેન્ટ જોવાનો સમય ન હોય તો આ 10 મેચ જોવાનું ચૂકતા નહીં! જુઓ ખાસ લિસ્ટ

આંકડાઓની નજરે: તૂટ્યા જૂના રેકોર્ડ્સ

આ મેચમાં માત્ર ઓપનિંગ મેચનો જ નહીં, પણ ફૂટબોલના કેટલાક જૂના આંકડા પણ બદલાયા છે:

વર્ષ 2006ના જર્મની વર્લ્ડ કપ (પોર્ટુગલ વર્સસ નેધરલેન્ડ્સ મેચ) પછી આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ એક ટીમને (દક્ષિણ આફ્રિકા) સિંગલ વર્લ્ડ કપ મેચમાં બે રેડ કાર્ડ મળ્યા હોય.

અગાઉના બે વર્લ્ડ કપ (રશિયા 2018 અને કતાર 2022)ની વાત કરીએ તો, તે બંને ટૂર્નામેન્ટમાં સમગ્ર સિઝન દરમિયાન કુલ માત્ર 4-4 રેડ કાર્ડ જ અપાયા હતા. જ્યારે અહીં 2026ના આ પ્રથમ જ મુકાબલામાં 3 રેડ કાર્ડ આવી ગયા છે, જે દર્શાવે છે કે આ વખતનો વર્લ્ડ કપ કેટલો આક્રમક રહેવાનો છે.