Sahiyar

અજમાવી જૂઓ

By GS Team
21 Sep 20261 min read
અજમાવી જૂઓ
  • દૂધીની તાજી છાલ ચહેરા પર રગડવાથી ચહેરાની ત્વચા ચમકી ઊઠે છે.
  • પકોડાને કરકરા કરવા ચપટી બેકિંગ પાવડર તથા બે ચમચી ગરમ તેલ લોટમાં ભેળવવું.
  • લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા પહોળા મોઢાની સૂકી શીશીમાં રાખી ઢાંકણું સખત બંધ કરી લીંબુ તેમાં રાખવા શીશી રેફ્રિજરેટરમાં મૂકવી નહીં.
  • મીઠાને નહીં જેવું શેકી 'સોલ્ટ શેકર'માં ભરવાથી મીઠું બરાબર ભભરાવી શકાશે.
  • રવાને હળવે શેકી ઠંડો પડયા બાદ હવાચુસ્ત બરણીમાં ભરવાથી લાંબા સમય સુધી તાજો રાખી શકાશે.
  • અથાણું ખલાસ થઈ જાય બાદ તેમાંથી સંભાર કાઢી તેના તેલનો ઉપયોગ મસાલા પૂરી બાંધવા, શાક બનાવવા અથવા તાજા અથાણાં બનાવવા કરવો.
  • ઢોકળા બનાવતી વખતે વાસણમાં લીંબુની છાલ નાખી દેવાથી વાસણ કાળું નહીં પડે.
  • લીમડાને લીલોછમ રાખવા થોડો લીંબુનો રસ નીચોવી પ્લાસ્ટિક બેગમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવા.
  • ઘરે ઘી બનાવતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી સફેદાઈ આવશે, લીમડો નાખવાથી સુગંધ આવશે અને મેથી ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.
  • કેકના મિશ્રણમાં બે ચમચા એરેટેડ ઠંડુ પાણું નાખવાથી કેક સ્વાદિષ્ટ લાગશે.
  • ઉપયોગમાં લેવાયેલી મચ્છરની મેટસ દરવાજાના ખૂણામાં રાખવાથી કીડી નહીં આવે.
  • મિનાક્ષી તીવારી