સતત 5 સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ સર્જનારો એકમાત્ર ખેલાડી, છઠ્ઠી સેન્ચુરીમાં એક ભૂલ ભારે પડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Everton Weekes world record: ટેસ્ટ ક્રિકેટના લાંબા અને શાનદાર ઈતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ખેલાડીએ સતત 5 ઈનિંગમાં સદી ફટકારવાનું કારનામું કર્યું છે. આ વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના મહાન સર એવર્ટન વિક્સના નામે છે. કમાલની વાત એ છે કે, તેમણે આ રેકોર્ડ 1948માં બનાવ્યો હતો, પરંતુ તેમ છતાં આજે પણ કોઈ બેટ્સમેન તેનો આ રેકોર્ડ તોડી નથી શક્યો. ભારતના મહાન બેટ્સમેન અને પૂર્વ કોચ રાહુલ દ્રવિડ આ સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચ્યા હતા પરંતુ એક સદીથી બરાબરી કરવાથી ચૂકી ગયો હતો.
વીકસ માત્ર 10 રનથી છઠ્ઠી સેન્ચુરી ચૂકી ગયો હતો
1948માં વેસ્ટ ઈન્ડિઝના એવર્ટન વિક્સે સતત 5 ઈનિંગમાં સદી ફટકારી હતી. ભારત સામે ચેન્નાઈ ટેસ્ટમાં તેની આ સફર થંભી હતી. વીકસ માત્ર 10 રનથી છઠ્ઠી સેન્ચુરી બનાવવાથી ચૂકી ગયો હતો. ભારત સામે સતત 4 ઈનિંગમાં તેણે સદી ફટકારી પરંતુ પાંચમી સેન્ચુરી ફટકારવા પહેલા તે રનઆઉટ થઈ ગયો હતો. જ્યારે વિક્સ મેદાનમાં ઉતર્યા ત્યારે ઈતિહાસ તેના ચરણોમાં હતો અને તેની સામે કંઈક મોટું કરવાની તક પણ હતી.
એક રન આઉટથી તેના જાદુઈ સિલસિલાનો અચાનક અંત આવ્યો
તેની સતત છઠ્ઠી સદી લગભગ નિશ્ચિત લાગતી હતી. તે શાનદાર બેટિંગ કરીને સદીની નજીક પહોંચી રહ્યો હતો, પરંતુ ત્યારે જ એક થ્રોએ બધું બદલી નાખ્યું. એક રન આઉટથી તેના જાદુઈ સિલસિલાનો અચાનક અંત આવ્યો. જોકે, તેની મેચ પર કંઈ ખાસ અસર નહોતી પડી. વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે એક ઈનિંગ્સ અને 193 રનથી મોટી જીત હાંસલ કરી હતી.
આ પણ વાંચો: બોલિવૂડમાં 'અરિજિત યુગ'નો અંત, જાણો નિવૃત્તિના કારણ વિશે ચાહકોને શું કહ્યું
એવર્ટન વિક્સે 6 ઈનિંગમાં કેટલા રન બનાવ્યા
વેસ્ટ ઈન્ડિઝના એવર્ટન વિક્સ જ્યારે પોતાના શાનદાર ફોર્મમાં હતો ત્યારે વર્ષ 1948માં સતત પાંચ ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે કિંગ્સ્ટનમાં ઈંગ્લેન્ડ સામે પોતાનો સદી ફટકારવાનો સિલસિલો શરૂ કર્યો હતો તેને દિલ્હી, બ્રેબોર્ન અને ઈડન ગાર્ડન્સમાં ચાલુ રાખ્યો હતો. વિક્સે 141, 128, 194, 162 અને 101 રનની ઈનિંગ્સ રમી હતી. ચેન્નાઈમાં તે 90 રન પર આઉટ થયો અને આ સિલસિલાનો અંત આવ્યો.








