Get The App

બોલિવૂડમાં 'અરિજિત યુગ'નો અંત, જાણો ચાહકોને નિવૃત્તિના કારણ વિશે શું કહ્યું

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
બોલિવૂડમાં 'અરિજિત યુગ'નો અંત, જાણો ચાહકોને નિવૃત્તિના કારણ વિશે શું કહ્યું 1 - image

Arijit Singh Retirement News 2026 | પ્લેબેક સિંગિંગમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત હિન્દી સિનેમાના મધુર અવાજ અને કરોડો લોકોના ફેવરિટ સિંગર અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગ (ફિલ્મો માટે ગાવાનું) માંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. અરિજિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તે હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સાઇન કરશે નહીં.

નિવૃત્તિ પાછળના મુખ્ય કારણો પોતાના આ ચોંકાવનારા નિર્ણય પાછળ અરિજિતે બે મુખ્ય કારણો આપ્યા છે: 

1. કંટાળો (Boredom): અરિજિતે જણાવ્યું કે, હું ખૂબ જ ઝડપથી કંટાળી જઉં છું. હું સ્ટેજ પર પણ એકના એક ગીતો અલગ અરેન્જમેન્ટ સાથે ગાઉં છું કારણ કે, મારામાં સતત નવું કરવાની ભૂખ છે. મારે જીવવા માટે કંઈક અલગ મ્યુઝિક કરવાની જરૂર છે. આ કારણસર હું મારા મૂળ એટલે કે શાસ્ત્રીય સંગીત તરફ પાછો વળી રહ્યો છું. ફિલ્મી ગીતોના એકના એક ઢાંચાથી હું કંટાળ્યો છું. હું હંમેશા શાસ્ત્રીય સંગીત શીખવા અને તેને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતો હતો. મને લાગે છે કે આ સાચો સમય છે. હું ફરી એકવાર એક નાનો કલાકાર બનીને નવેસરથી શરૂઆત કરીશ. 

2. નવા સિંગર્સ માટે તક: અરિજિત ઈચ્છે છે કે હવે કોઈ નવો અવાજ અને નવો સિંગર ઉભરે, જે તેના માટે સાચું મોટિવેશન બની શકે.

નવું મ્યુઝિક બનાવવાનું ચાલુ રાખશે 

ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે અરિજિતે સ્પષ્ટ કર્યું છે કે, હું સંગીત બનાવવાનું (Music Production) છોડી રહ્યો નથી, પરંતુ સ્વતંત્ર મ્યુઝિક પ્રોડક્શન, લાઈવ શો અને કોન્સર્ટમાં પરફોર્મ કરતો રહીશ. ભગવાનની મારા પર મહેરબાની રહી છે, હું ભવિષ્યમાં સંગીત વિશે વધુ શીખીશ અને એક નાના કલાકાર તરીકે કંઈક વધુ નવું કરીશ.

છેલ્લું ગીત અને બાકી પ્રોજેક્ટ્સ

સલમાન ખાનની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું ગીત 'માતૃભૂમિ' અરિજિત સિંહના પ્લેબેક કરિયરનું છેલ્લું ગીત બની રહ્યું છે. હાલમાં તેની પાસે જે પણ જૂના કમિટમેન્ટ્સ છે, તે તેને પૂરા કરશે. તેથી આ વર્ષે તેના જૂના રેકોર્ડ કરેલા કેટલાક ગીતો રિલીઝ થઈ શકે છે, પરંતુ તે હવે કોઈ નવી ફિલ્મો સાઇન કરશે નહીં.