Sports

કોમનવેલ્થ ગેમ્સ : પાકિસ્તાન બાદ વધુ એક દેશના 4 એથ્લેટ્સ ગુમ થતા દોડધામ

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન બાદ ગ્લાસગોમાંથી પાકિસ્તાન અને યુગાન્ડાના ઘણા ખેલાડીઓ ગુમ થયા છે. યુગાન્ડાના 4 બોક્સરો ફ્લાઇટ પહેલા જ ગાયબ થયા, જ્યારે પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ પણ ટીમ સાથે પરત ફર્યો નથી. સ્કોટલેન્ડ પોલીસે બ્રિટનના હોમ ઓફિસ સાથે મળીને તપાસ શરૂ કરી છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોમનવેલ્થ ગેમ્સ : પાકિસ્તાન બાદ વધુ એક દેશના 4 એથ્લેટ્સ ગુમ થતા દોડધામ
IMAGE SOURCE- @ViratKoisa18

Missing Athletes Glasgow: કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન બાદ સ્કૉટલેન્ડના ગ્લાસગોમાંથી ખેલાડીઓ ગુમ થવાનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાન અને યુગાંડાના ઘણા એથ્લેટ્સ પોતાની ટીમો સાથે સ્વદેશ પરત નથી ફર્યા, જેને લઈને સ્કૉટલેન્ડ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સ્કૉટલેન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમને કેટલાંક ખેલાડીઓ ગાયબ હોવાની માહિતી મળી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બ્રિટનના હોમ ઓફિસ સાથે સંકલન સાધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

યુગાંડાના 4 બોક્સરો ફ્લાઈટ પહેલા જ ગુમ થયા

યુગાંડાના સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર અનુસાર, ટીમના 6 બોક્સરોમાંથી 4 ખેલાડીઓ મંગળવારે પરત ફરવાની ફ્લાઈટ પહેલા જ ગાયબ થઈ ગયા હતા. રિપોર્ટ અનુસાર, એક ખેલાડીએ બ્રિટનમાં શરણ લેવાની યોજના હોવાનું પણ જણાવ્યું હતું.

પાકિસ્તાનનો બોક્સર કુદરતુલ્લાહ પણ ગાયબ

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનનો મુક્કાબાજ કુદરતુલ્લાહ પણ ટીમ સાથે પરત ફર્યો ન હતો. પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના સૂત્રો મુજબ, તેને છેલ્લે રાત્રે 2 વાગ્યે હોટેલના રૂમમાં જોવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યે એરપોર્ટ જવા માટે તમામ ખેલાડીઓ ભેગા થયા ત્યારે તે પહોંચ્યો ન હતો. આશ્ચર્યની વાત એ છે કે, કુદરતુલ્લાહનો પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ હજુ પણ ટીમ મેનેજર પાસે જ છે.

અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ

કોમનવેલ્થ ગેમ્સ બાદ ખેલાડીઓ ગાયબ થવાની ઘટનાઓ નવી નથી. 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ બાદ પણ લગભગ 50 ખેલાડીઓ અને અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા, જેમાંથી આશરે 190 લોકોએ ઓસ્ટ્રેલિયામાં શરણ માટે અરજી કરી હતી.

પાકિસ્તાનનું સૌથી ખરાબ પ્રદર્શન

કોમનવેલ્થ ગેમ્સ 2026માં પાકિસ્તાનનું 21 સભ્યોનું દળ માત્ર 1 મેડલ જીતી શક્યું હતું. મહિલા 60 કિલોગ્રામ વર્ગમાં બોક્સર ફાતિમા ઝહરાએ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જોકે 1998 પછી પાકિસ્તાનનું આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે, જેમાં ઓલિમ્પિક ચેમ્પિયન અર્શદ નદીમ પણ કોઈ મેડલ જીતી શક્યા ન હતા.