Sports

મેચ દરમિયાન ગર્લફ્રેન્ડને મેસેજ કરવો ભારે પડ્યો: BCCIએ ક્રિકેટર પર ઠોક્યો ₹1 લાખનો દંડ, ટુર્નામેન્ટમાંથી પણ સસ્પેન્ડ

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
BCCI એ મેચ દરમિયાન શિસ્તભંગ બદલ તમિલનાડુના એક રણજી ક્રિકેટર સામે કડક કાર્યવાહી કરી છે. તેણે ડ્રેસિંગ રૂમમાં ગર્લફ્રેન્ડને મેસેજ કરતા સુરક્ષા પ્રોટોકોલ તોડ્યો હતો. આ ઘટના પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયામાં બની હતી. બોર્ડે ખેલાડી પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે અને તેને TNPL માં રમવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જોકે મેચ ફિક્સિંગનો કોઈ આરોપ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

મેચ દરમિયાન ગર્લફ્રેન્ડને મેસેજ કરવો ભારે પડ્યો: BCCIએ ક્રિકેટર પર ઠોક્યો ₹1 લાખનો દંડ, ટુર્નામેન્ટમાંથી પણ સસ્પેન્ડ

BCCI Action on Tamilnadu Cricketer : મેચ દરમિયાન શિસ્ત અને નિયમોના ભંગ બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આકરું વલણ અપનાવ્યું છે. તમિલનાડુના એક રણજી ક્રિકેટરને મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કરવો ભારે પડી ગયો છે. BCCIની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) એ નિયમોના ભંગ બદલ આ ખેલાડી પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે અને તેને તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માં રમવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા (PMOA) માં બની હતી. PMOA એ મેદાનનો એવો પ્રતિબંધિત વિસ્તાર (જેમ કે ડ્રેસિંગ રૂમ) હોય છે જ્યાં ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ માટે મોબાઈલ ફોન, સ્માર્ટવોચ કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ડિવાઈસ વાપરવાની સખત મનાઈ હોય છે.

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, 26 વર્ષીય આ ખેલાડી ડાબોડી બેટ્સમેન છે અને તેણે ગત રણજી ટ્રોફી સીઝનમાં તમિલનાડુ તરફથી રમતા બે અડધી સદી પણ ફટકારી હતી. તપાસ ચાલુ હોવાથી હાલ ખેલાડીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

મેચ ફિક્સિંગ નહીં પણ માત્ર પ્રોટોકોલ ભંગ

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ખેલાડી પર મેચ ફિક્સિંગ, સટ્ટાબાજી કે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. તેને માત્ર ડ્રેસિંગ રૂમમાં મોબાઈલ વાપરીને સિક્યુરિટી પ્રોટોકોલ તોડવા બદલ જ આ સજા કરવામાં આવી છે.

શું છે BCCI નો PMOA નિયમ?

BCCI ના નિયમ મુજબ, તમામ ખેલાડીઓ અને સ્પોર્ટ સ્ટાફે PMOA ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા પોતાના મોબાઈલ અને સ્માર્ટવોચ સ્વિચ ઓફ કરીને તૈનાત સિક્યુરિટી ઓફિસર પાસે જમા કરાવવાના હોય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય મેચ દરમિયાન બહારની કોઈ વ્યક્તિ સાથે અનાવશ્યક સંપર્ક રોકવાનો છે.

IPL 2026 માં પણ થઈ ચૂકી છે આવી કાર્યવાહી

ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અંગે BCCI ની ACSU ટીમ હવે ખૂબ સખત થઈ ગઈ છે. આ પહેલા IPL 2026 દરમિયાન રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંડર પણ ડગઆઉટમાં મોબાઈલ વાપરતા પકડાયા હતા, જેમના પર પણ ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, તમિલનાડુના આ ક્રિકેટર પર દંડની સાથે TNPL માં રમવા પર બેન મૂકીને બોર્ડે વધુ આકરો સંદેશ આપ્યો છે.