Sports

બાંગ્લાદેશે દુનિયાની સૌથી અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ 'D3' લોન્ચ કરી, જાણો તેની વિશેષતા

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ઘરેલું ક્રિકેટમાં નવી ઉર્જા ભરવા 'D3' ટ્રોફી લોન્ચ કરી છે. 6 ફ્રેન્ચાઈઝી સાથેની આ ટુર્નામેન્ટમાં T20, ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ-A એમ ત્રણેય ફોર્મેટના મેચ રમાશે. 2026-27 સીઝનથી શરૂ થનારી આ ટ્રોફીમાં મુશફિકુર રહીમ જેવા આઈકન પ્લેયર્સ પણ જોડાશે. T20 મેચો 15 ડિસેમ્બરથી શરૂ થવાની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશે દુનિયાની સૌથી અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ 'D3' લોન્ચ કરી, જાણો તેની વિશેષતા

BCB Launches D3 Trophy: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એટલે કે BCB એ દુનિયાની એક અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ લોન્ચ કરી દીધી છે. BCBએ ફ્રેન્ચાઈઝી બેઝ્ડ એક ટૂર્નામેન્ટ લોન્ચ કરી છે, જેમાં કોઈ એક ફોર્મેટના મેચ આયોજિત નહીં થાય, પરંતુ ત્રણેય ફોર્મેટની મેચ રમાશે. આ ટૂર્નામેન્ટને બાંગ્લાદેશે ડોમેસ્ટિક 3 એટલે કે 'D3' ટ્રોફી નામ આપ્યું છે, જેની શરૂઆત 2026-27ના ડોમેસ્ટિક સીઝનથી થવાની છે. રવિવાર 27 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ નવી ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે.

6 કંપનીઓએ ફ્રેન્ચાઈઝી ખરીદી છે, જે D3 ટ્રોફીમાં હિસ્સો લેશે. ટીમો દરેક સીઝનમાં ત્રણ ટૂર્નામેન્ટ રમશે, જેમાં ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ A અને T20 ફોર્મેટ સામેલ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દરેક ફ્રેન્ચાઈઝી સાથે ત્રણ વર્ષની ડીલ સાઈન કરશે. D3 ટ્રોફીની શરૂઆત T20 કોમ્પિટિશનથી થશે, જેને લઈને સંભાવના છે કે તેની શરૂઆત આ જ વર્ષે 15 ડિસેમ્બરથી થઈ શકે છે. ત્યારબાદ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ અને પછી વન-ડે ટૂર્નામેન્ટ આ D3 ટ્રોફીમાં આયોજિત થશે. ડિસેમ્બરથી મે સુધી આ ટૂર્નામેન્ટ આયોજિત થવાની સંભાવના છે. જાન્યુઆરીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને મે માં વન-ડે ક્રિકેટ શરૂ થશે.

ઘરેલુ ક્રિકેટમાં રંગ પાછો લાવવા માટે શરૂ કરી ટૂર્નામેન્ટ- તમીમ

BCB પ્રેસિડન્ટ તમીમ ઈકબાલે કહ્યું કે, આ ટૂર્નામેન્ટ 'દેશના ઘરેલુ ક્રિકેટમાં રંગ પાછો લાવવા' માટે શરૂ કરવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના જૂના સ્પોન્સર વોલ્ટોને એક ફ્રેન્ચાઈઝી ખરીદી છે, જ્યારે એક્મે લેબોરેટરીઝ, ACE બ્લૂ સ્ટાર, સિટીઝન્સ બેંક, સેવન રિંગ્સ સિમેન્ટ અને ફોર્ચ્યુન ગ્રુપ અન્ય ફ્રેન્ચાઈઝીઓના માલિક છે. સમાચાર છે કે માલિક દરેક સીઝન માટે BCBને 2.5 કરોડ બાંગ્લાદેશી ટકા એટલે કે લગભગ 203,283 યુએસ ડોલર આપશે, જેમાં મેચ ફી પણ સામેલ હશે. આ સિવાય પણ બોર્ડે આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી ઘણી જાહેરાતો કરી છે.

D3 ટ્રોફીના આઈકન પ્લેયર પણ થઈ ગયા જાહેર

BCB આ અઠવાડિયાના અંતમાં ટીમ મેનેજમેન્ટ પસંદ કરવા માટે એક ડ્રાફ્ટ રાખશે, જ્યાં ફ્રેન્ચાઇઝી કોમ્પિટિશન માટે પોતાની પસંદના કોચ માટે બોલી લગાવી શકે છે. આગામી મહિને તેઓ પ્લેયર્સ ડ્રાફ્ટમાં હિસ્સો લેશે, જેમાં દરેક ટીમે ત્રણેય ફોર્મેટ માટે 23 ક્રિકેટર પસંદ કરવાના રહેશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એ વાતની પણ જાહેરાત કરી કે મહેદી હસન મિરાજ (વોલ્ટોન), તૌહીદ હ્રિદોય (ફોર્ચ્યુન ગ્રુપ), મોસદ્દેક હુસૈન (એક્મે લેબોરેટરીઝ), મુશફિકુર રહીમ (સેવન રિંગ્સ સિમેન્ટ), નુરુલ હસન (ACE બ્લૂ સ્ટાર) અને મોહમ્મદ નઈમ (સિટીઝન્સ બેંક) 6 ફ્રેન્ચાઈઝીઓ માટે આઈકન પ્લેયર હશે. D3 કોમ્પિટિશનમાં બાંગ્લાદેશ ક્રિકેટ લીગના ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ-A ટૂર્નામેન્ટની સાથે-સાથે NCL T20s પણ સામેલ હશે.