Baroda

ગોરવામાં ઘરફોડ ચોરી કરનાર બે આરોપી ઝડપાયા: 1.62 લાખનો મુદ્દા માલ કબજે

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા: ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 શાતિર આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના શાન મોહમદ કલ્લુ અને રવિન્દ્ર પાલ ઉર્ફે રાહુલ ગૌતમ રતનલાલ પાલને ઝડપી પાડી, તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ. 8,000/- મળી કુલ રૂ. 1,62,500/- નો 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવામાં ઘરફોડ ચોરી કરનાર બે આરોપી ઝડપાયા: 1.62 લાખનો મુદ્દા માલ કબજે

Vadodara: ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને બે શાતિર આરોપીઓની અટકાયત કરી છે અને ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ રીકવર કર્યો છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. ગોરવા પી.આઈ. કે.એન. લાઠિયા અને સર્વેલન્સ સ્ટાફે તપાસ તેજ કરી હતી.

ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને અંગત બાતમીદારોની માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું કે, ચોરી કરનાર બે ઇસમો સાંગ્રિલાથી જૈન દેરાસર તરફ જવાના રસ્તે ગ્રે કલરના થેલા સાથે રિક્ષાની રાહ જોઈને ઉભા છે અને મુદ્દામાલ વેચવાની પેરવીમાં છે. પોલીસે ત્વરિત દરોડો પાડી બંનેની ધરપકડ કરી હતી. જેમાં 1. શાન મોહમદ કલ્લુ (ખાન સાહબ) (ઉં.વ. 23, રહે. ઉત્તર પ્રદેશ) 2. રવીન્દ્ર પાલ ઉર્ફે રાહુલ ગૌતમ રતનલાલ પાલ (ઉં.વ. 34, રહે. ઉત્તર પ્રદેશ) નો સમાવેશ થાય છે

પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂ. 8,000/- મળીને કુલ રૂ. 1,62,500/- નો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.