Sports

અક્ષર પટેલની 'સ્પેશિયલ સેન્ચૂરી', T20I માં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય સ્પિનર

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે ઇંગ્લેન્ડ સામેની ટી20 મેચમાં ૧૦૦ વિકેટ પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર હેરી બ્રૂકને આઉટ કરીને અક્ષર આ સિદ્ધિ મેળવનાર ભારતનો ચોથો બોલર અને સૌપ્રથમ સ્પિનર બન્યો. ૯૮મી મેચમાં તેણે આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષર પટેલની 'સ્પેશિયલ સેન્ચૂરી', T20I માં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય સ્પિનર

Axar Patel 100 T20I Wickets Record India vs England 2026: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે શનિવારે ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં એક વિશિષ્ટ અને ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આ મેચમાં અક્ષર પટેલે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકને આઉટ કરીને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂરી કરી લીધી છે. આ સાથે જ 32 વર્ષીય અક્ષર પટેલ ભારત તરફથી ટી20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટનો આંકડો સ્પર્શનારો ચોથો બોલર અને દેશનો સૌપ્રથમ સ્પિનર બની ગયો છે.

દિગ્ગજ સ્પિનરોને પાછળ છોડી ઇતિહાસ રચ્યો


ટીમ ઇન્ડિયા તરફથી અત્યાર સુધી અનેક દિગ્ગજ અને અગ્રણી સ્પિનરો ટી20 ક્રિકેટ રમી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ બોલર 100 વિકેટ સુધી પહોંચી શક્યો નહોતો. અક્ષર પટેલે પોતાની 98મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ પ્રશંસનીય સિદ્ધિ મેળવીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય સ્પિનરોમાં અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલ 100 વિકેટની સૌથી નજીક હતો, જેના નામે 80 મેચમાં 96 વિકેટ નોંધાયેલી છે. મેચની પાંચમી ઓવરમાં અક્ષરે હેરી બ્રૂકને આઉટ કરીને આ ખાસ મુકામ મેળવ્યો હતો.

ભારત માટે સૌથી વધુ T20I વિકેટ લેનારા ટોચના બોલર્સ:
અર્શદીપ સિંહ: 134 વિકેટ (88 મેચ)
જસપ્રિત બુમરાહ: 121 વિકેટ (95 મેચ)
હાર્દિક પંડ્યા: 114 વિકેટ (138 મેચ)
અક્ષર પટેલ: 100 વિકેટ (98 મેચ)


મર્યાદિત ઓવરોમાં ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી

છેલ્લા કેટલાક વર્ષોમાં અક્ષર પટેલે પોતાની ચોક્કસ લાઇન-લેન્થ, કરકસરભરી બોલિંગ અને દબાણની સ્થિતિમાં વિકેટ ઝડપવાની અદભુત ક્ષમતાના કારણે પોતાને ટીમ ઇન્ડિયાનો સૌથી ઉપયોગી ઓલરાઉન્ડર સાબિત કર્યો છે. નવી ગેંગ હોય કે મિડલ ઓવર્સ, કેપ્ટન મુશ્કેલ સમયમાં હંમેશા અક્ષર પટેલ પર જ ભરોસો મૂકે છે. બોલિંગ ઉપરાંત તે અનેક મહત્વના પ્રસંગોએ બેટ વડે પણ ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ચૂક્યો છે. હાલમાં તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે.